1 ફેબ્રુઆરી 2024 થી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર
અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે.
રેલવે પ્રશાસન દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન (આગમન-પ્રસ્થાન) અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી (ધર્મનગર તરફ) થી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતીથી 19:40 કલાકે પ્રસ્થાન કરશે. આ રીતે ટ્રેન નંબર 12916 દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસનું 01 ફેબ્રુઆરી 2024 થી સાબરમતી સ્ટેશન પર આગમન 05:55 કલાકે થશે અને ટ્રેન સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને ટ્રેન અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.