રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડિસાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃખંલામાં ૧૨ લાખથી વધુ લાભાર્થીઓને ૪૫૦૦ કરોડથી વધુના લાભ-સહાય પહોંચાડવાનો દરિદ્રનારાયણ સેવાયજ્ઞ રાજ્યમાં શરૂ થયો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યુ કે, ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય, લાભ આપીને તેમના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા-દર્શનમાં ગુજરાતમાં દરિદ્રનારાયણની સેવાના યજ્ઞ રૂપે ૨૦૦૯-૧૦થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના ડિસાથી કરાવ્યો હતો.
રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરીયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે.
મુખ્યમંત્રીએ ડિસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી ૧૧ હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂ. ૪૫ કરોડના સહાય લાભોનું વિતરણ કર્યુ હતું. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતીમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ૧૪મી શૃખંલામાં સમગ્રતયા ૧ લાખ ૭૩૪ લાભાર્થીઓને કુલ ૩૧૮ કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ ૧૪માં તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે ૧૨ લાખથી વધુ ગરીબોને રૂ. ૪૫૬૮ કરોડના લાભ અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ ક્લ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું આર્થિક-સામાજિક સશક્તીકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરુ પાડ્યુ છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી