મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ખાતે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાયા
સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાના મતવિસ્તારમાં શ્રમદાન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રીશ્રીએ સફાઈ અભિયાનમાં જોડાઈ જાહેર સ્થળોએ સફાઈ કરી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તારમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ પોતાનું શ્રમદાન આપી જાહેર રસ્તા પર સાફ-સફાઈ કરી હતી. સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન પણ જોડાયા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે વૃક્ષારોપણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન ને પગલે આજે 1લી ઓકટોબરે સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન ' એક તારીખ, એક કલાક, એક સાથ' મહાશ્રમદાનના સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા સમગ્ર ગુજરાતમાં પણ આજે વિવિધ જાહેર સ્થળોએ સફાઈ અભિયાન યોજાયું હતું. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પોતાના મતવિસ્તારમાં શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.