મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાની પૂર્વસંધ્યાએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને સંધ્યા આરતીમાં સહભાગી બન્યા
ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર ૧૪૭મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી.
ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર ૧૪૭મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી.
પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની ગઇ છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે.
આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું.
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે અને આ વખતે વરસાદ સારો થાય અને વરસાદ સારો થવાથી સૌ ખેડૂતો આનંદમાં રહે તે માટે ભગવાનન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે એમ પણ મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતનો સંકલ્પ વિકસિત ગુજરાત થકી આગળ વધશે એવો મુખ્યમંત્રીએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખ પટેલ, દિનેશ મકવાણા, અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."
"અમદાવાદની VS હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. કરોડો રૂપિયાની ગેરરીતિ, એક ડોક્ટર સસ્પેન્ડ અને 8 કોન્ટ્રાક્ટ ડોક્ટરો બરખાસ્ત. જાણો ક્લિનિકલ ટ્રાયલના નિયમો અને આ ઘટનાની સંપૂર્ણ વિગતો."