મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા નિર્મિત દીવડાની ખરીદી કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહમાંથી દીવડાની ખરીદી કરી હતી. આ દીવા અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહમાંથી દીવડાની ખરીદી કરી હતી. આ દીવા અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.
દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રી શ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદના ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, અ.મ્યુ.કોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અંધ કન્યા પ્રકાશ ગૃહના પ્રેસિડેન્ટ ક્ષિતિશ શાહ, સંસ્થાના મેનેજિંગ કમિટી ટ્રસ્ટી રાજન હરિવલ્લભદાસ, સંસ્થાના એડમિનિસ્ટ્રેટર શ્રીમતી સ્મિતા શાહ તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ, શિક્ષકો, સંસ્થાની કન્યાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,