મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
રાજપાલના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રક્તદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી. આજે સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રત્યે સ્નેહ અને સન્માન ભાવ પ્રગટ કરતાં માનવતાની સેવા માટે અનેક લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પણ રાજભવન પધાર્યા હતા અને તેમણે રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
જન્મદિવસની સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લેડી ગવર્નર દર્શનાદેવી અને પરિવારજનો સાથે રાજભવન પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કર્યો હતો.
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."