મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વેરાવળમાં વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન
ડાભોર-વેરાવળ રોડ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગીર સોમનાથ જિલ્લાની નવનિર્મિત અને આયુષ્માન ભારત અને મા જેવી આરોગ્યલક્ષી યોજના હેઠળ સારવાર આવરી લેતી વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ : ડાભોર-વેરાવળ રોડ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગીર સોમનાથ જિલ્લાની નવનિર્મિત અને આયુષ્માન ભારત અને મા જેવી આરોગ્યલક્ષી યોજના હેઠળ સારવાર આવરી લેતી વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે, મુખ્યમંત્રીશ્રીની સાથે પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરા, નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ તેમજ ધારાસભ્ય સર્વશ્રી અને અગ્રણીઓ પણ જોડાયા હતાં.
આ તકે સ્વાગત પ્રવચન લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરે કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ હેઠળ 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ' થકી છેવાડાના માનવીને પણ મુખ્યધારામાં કેવી રીતે લાવી શકાય એવા કામ થઈ રહ્યા છે. ગ્રામ્યસ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સુવિધાથી સામાન્ય જનતાને પણ સ્વાસ્થ્યની સુરક્ષા ઉપલબ્ધ થશે અને આવા સેવાકાર્યની સુવાસ ફેલાતી રહેશે. એનજીઓ અને અન્ય સંસ્થાઓ જ્યારે સરકારનો સાથ આપે છે ત્યારે એનર્જી બમણી થઈ જાય છે. આ જ રીતે રાજ્યને વિકસીત ગુજરાત બનાવવામાં આપણા બધાનો પણ સિંહફાળો નોંધાવીએ એવી અભ્યર્થના. જ્યારે નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારના તમામ લોકો માટે આશીર્વાદરૂપ બનશે.
ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના આરોગ્ય કલ્યાણ હેતુસર વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે અદ્યતન મશીનો અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિવિધ ૯ વિભાગ તથા હૃદયની સારવાર આપતી કેથલેબ સાથેની અદ્યતન સુવિધાઓ ધરાવે છે. આ હોસ્પિટલ જનરલ સર્જરી, ઓર્થોપેડિક, કાર્ડિયાક અને બાળરોગ, પ્રસુતિ અને સ્ત્રીરોગ જેવા વિવિધ વિભાગ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સહિતની અદ્યતન સુવિધા પણ પૂરી પાડશે.
આ તકે, વિમ્સ ડિરેક્ટરશ્રી અરજણભાઈ ભમ્મર, પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ બીજ નીગમ ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, અમરિશભાઈ ડેર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબહેન કાનાભાઈ મુછાર, વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની તેમજ જિલ્લા અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, શ્રી રઘુભાઈ હુંબલ, સંતશ્રી શેરનાથબાપુ, ઈન્દ્રભારતીબાપુ, બાલકનાથબાપુ સહિત જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે તેમજ બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.