વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ની પ્રિ-ઇવેન્ટ લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-વાઇબ્રન્ટ સેમીનાર અન્વયે શહેરી વિકાસ વિભાગ આયોજિત લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી સંબોધન કરી રહ્યા હતા.
શહેરી બાબતો અને આવાસ નિર્માણના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોર, અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રોના તજજ્ઞો, મહાનગરોના મેયર્સ, કમિશનર અને પદાધિકારીઓ આ સેમિનારમાં સહભાગી થયા હતા. રાષ્ટ્ર અને રાજ્યના વધતા વિકાસ સાથે અર્બનાઈઝેશન પણ સતત વધતું રહ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્બનાઈઝેશનને ચેલેન્જ નહીં ઓપોર્ચ્યુનિટી તરીકે અપનાવવાનું વિઝન આપ્યું છે.
તેમણે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યના સ્વર્ણિમ જયંતી વર્ષ ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવીને આ ઓપોર્ચ્યુનિટી આપી હતી. તેના પરિણામે આજે ગુજરાતના શહેરો વિશ્વકક્ષાના બન્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શહેરોમાં વધતી વસ્તી સાથે ક્લાયમેટ ચેન્જ અને સંસાધનોની અછત જેવી પ્રાકૃતિક બાબતો, વૈશ્વિક ઘટનાઓની અસર, સામાજિક-આર્થિક સ્થિતિ જેવા પડકારો સામે સસ્ટેઇનેબલ એન્ડ લિવેબલ સિટીઝના ફ્યુચરિસ્ટિક વિઝનથી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શહેરોમાં ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ છે.
સિટિઝન સેન્ટ્રીક ઓનલાઈન સેવાઓ, સ્માર્ટ પાર્કિંગ થી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ ડ્રેનેજ થી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, સ્માર્ટ ચાર્જિંગ થી સ્માર્ટ ઈ-મોબિલિટી જેવા આયામો શહેરી જનજીવનમાં સકારાત્મક બદલાવ લાવનારા બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શહેરોને ગ્રીન-ક્લીન સિટી બનાવવા અર્બન ફોરેસ્ટ કોન્સેપ્ટ, U-20 નું સફળ આયોજન, સ્વચ્છ શહેરોના નિર્માણ સાથે વધુ આધુનિકતા જોડીને ભવિષ્ય માટે જરૂરી સસ્ટેઇનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે ગુજરાત ફ્યુચર રેડી થઈ રહ્યું છે તેની છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.