નર્મદા જિલ્લાના સૈનિક પરિવારના સંતાનો સૈનિક કુમાર છાત્રાલય સુરત ખાતે પ્રવેશ મેળવી શકશે
નર્મદા જિલ્લામાં વસવાટ કરતા, શહિદ સૈનિકો, પૂર્વ સૈનિકો અને સ્વ.પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતના સરથાણા ખાતે શૈક્ષણિક સંસ્થા ગૌરવ સેનાની ભવનમાં સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાજપીપળા: નર્મદા જિલ્લામાં વસવાટ કરતા, શહિદ સૈનિકો, પૂર્વ સૈનિકો અને સ્વ.પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતના સરથાણા ખાતે શૈક્ષણિક સંસ્થા ગૌરવ સેનાની ભવનમાં સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્ટેલમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને નમૂના મુજબનું એડમિશન ફોર્મ મેળવીને જમા કરવાના રહેશે. વધુ વિગત માટે ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી સુરત તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.