ફિલિપાઈન્સમાં મુસ્લિમ ગેરિલા કમાન્ડર અને તેના સમર્થકો વચ્ચે અથડામણ, 11 લોકોના મોત
ફિલિપાઈન્સમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં જમીન બાબતે ચાલી રહેલા વિવાદને કારણે બે જૂથો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષ દરમિયાન 11 લોકોના મોત થયા છે.
કોટાબેટોઃ દક્ષિણ ફિલિપાઈન્સના એક શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદને લઈને બે મુસ્લિમ ગેરિલા કમાન્ડરો અને તેમના સમર્થકો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. આ અથડામણમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. સૈન્ય અને સ્થાનિક અધિકારીઓએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે.
મળતી માહિતી મુજબ, બુધવારના રોજ મગુઈંડાનાઓ ડેલ સુર પ્રાંતના પાગાલુંગન વિસ્તારના એક ગામમાં 'મોરો ઈસ્લામિક લિબરેશન ફ્રન્ટ'ના બે કમાન્ડરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ સેના, પોલીસ અને બળવાખોર મોરચાના નેતાઓ વચ્ચે સમજૂતી થઈ હતી. પરંતુ, આ પછી ફરી હિંસક અથડામણ થઈ જેમાં લોકોના મોત થયા. કમાન્ડરો અને તેમના સમર્થકો વચ્ચે જમીનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
મોરો ઇસ્લામિક લિબરેશન ફ્રન્ટ એ દક્ષિણ ફિલિપાઇન્સમાં સૌથી મોટું મુસ્લિમ અલગતાવાદી સશસ્ત્ર સંગઠન છે. અથડામણ અંગે 6ઠ્ઠી પાયદળ ડિવિઝનના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રોડેન ઓર્બને જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા માટે તૈનાત સરકારી દળોએ નવ મૃતદેહ બહાર કાઢ્યા છે. અન્ય પાંચ લડવૈયાઓ ઘાયલ થયા છે. બાદમાં કર્નલ રોડેન ઓર્બને કહ્યું કે મૃતકોની સંખ્યા 11 પર પહોંચી ગઈ છે. સૈનિકોએ અથડામણના સ્થળેથી પાંચ રાઈફલો જપ્ત કરી છે.
ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા પ્રાંતમાં ગયા અઠવાડિયે ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે 13 લોકોના મોત થયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા,
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ તેમના રાજ્યમાં રોકાણની તકો વધારવાના ઉદ્દેશ્યથી યુકે અને જર્મનીની છ દિવસની મુલાકાતે રવિવારે લંડન પહોંચ્યા હતા.
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે, જેમાં બંને પક્ષો પર હુમલાની નવી લહેર છે. રવિવારે, હિઝબુલ્લાએ ઇઝરાયેલના વિસ્તારોને નિશાન બનાવીને અનેક મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા