જીટીયુ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગોનું આયોજન કરાશે
સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ સકારાત્મક પરિણામ મેળવે તે અર્થે જીટીયુ દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેનાથી વિદ્યાર્થીઓને બોહળા પ્રમાણમાં લાભ મળશે
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને રાજ્ય સરકારશ્રીની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે તે હેતુસર, જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ (સીસીસીએ) દ્વારા તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલ જાહેરાત નંબર 30/2022-23ની પ્રિલિમ્સ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે તારીખ 3 થી 8 જુલાઈ દરમિયાન ઈન્ટર્વ્યું માટેની ટ્રેનિંગનું આયોજન કરવામાં
આવેલ છે.
આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ સકારાત્મક પરિણામ મેળવે તે અર્થે જીટીયુ દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેનાથી વિદ્યાર્થીઓને બોહળા પ્રમાણમાં લાભ મળશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પરીક્ષા માટે દરેક લાયક ઉમેદવાર વિદ્યાર્થીઓને આ તકનો સવિશેષ લાભ લેવા માટે જણાવ્યું છે.
1 સપ્તાહના આ ટ્રેનિંગ વર્ગોમાં જોડવવા માટે 25 જૂન સુધી પ્રિલિમ્સ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ GTU ITAPની https://www.gtuplacement.edu.in/Circular.aspx વેબસાઈટ પર રજીસ્ટ્રેશઝન કરી શકશે. ટ્રેનિંગ દરમિયાન અભ્યાસક્રમ આધારીત વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત પરીક્ષા સંબધીત તમામ પ્રકારની સૂચના અને કેવી રીતે સમયમર્યાદામાં પેપર પૂર્ણ કરવા જેવી બાબતોથી અવગત કરાવવામાં આવશે.
આગામી સમયમાં સરકારના અન્ય વિભાગોની ભરતી અર્થે પણ જીટીયુ દ્વારા વિવિધ ટ્રેનિંગનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. જીટીયુના કુલપતિ અને કુલસચિવે ટ્રેનિંગના સફળ આયોજન બદલ સીસીસીએના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી અને પ્રો. મૃદુલ શેઠને શુભકામના પાઠવી છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.