POCSO કેસમાં બ્રિજ ભૂષણને ક્લીન ચિટ, દિલ્હી પોલીસે ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો
Wrestlers Harassment Case: દિલ્હી પોલીસે આજે કુસ્તીબાજોના ભૂતપૂર્વ WFI પ્રમુખ સામે લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર તેની ચાર્જશીટ દાખલ કરી છે.
Wrestler Protest: રેસલર્સે ગયા મહિને ભારતીય રેસલિંગ એસોસિએશનના પૂર્વ ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી હતી અને આજે તેણે આ આરોપો પર પોતાનો કેસ 15 જૂને રાઉઝ એવન્યુમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
બીજી તરફ જાતીય સતામણીના આરોપો (પોક્સો) કેસમાં બ્રિજ ભૂષણ શરણ સિંહને મોટી રાહત મળતી જોવા મળી રહી છે. દિલ્હી પોલીસે દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં POCSO કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ રિપોર્ટમાં દિલ્હી પોલીસે જણાવ્યુ છે કે આ કેસમાં તેમની વિરુદ્ધ કોઈ ગુનો સાબિત થાય એવા પુરાવા મળ્યા નથી, તેથી પોલિસ દ્વારા આ કેસની તપાસ અમે બંધ કરી રહ્યા છીએ. પોલીસ રિપોર્ટની નોંધ લેતા કોર્ટે આ કેસની સુનાવણી આગામી 4 જુલાઈના રોજ નિયત કરેલ છે.
દિલ્હી પોલીસે પોતાના તપાસ રિપોર્ટમાં સગીરના નિવેદન અને અત્યાર સુધીની તપાસ અંગે પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સગીર પહેલા જ બ્રિજ ભૂષણ પરના યૌન શોષણના આરોપો પાછા ખેંચી ચૂક્યા છે.
સગીરે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા તેના પ્રથમ નિવેદનમાં જાતીય શોષણની વાત કરી હતી. બીજા નિવેદનમાં, સગીરે જાતીય શોષણનો આરોપ પાછો ખેંચી લીધો છે કે "મારી પસંદગી કરવામાં આવી ન હતી, મેં ખૂબ મહેનત કરી હતી. હું ડિપ્રેશનમાં હતો, તેથી ગુસ્સામાં મેં જાતીય શોષણનો કેસ નોંધાવ્યો હતો".
ગયા મહિને, 23 એપ્રિલે, દેશના ટોચના ત્રણ કુસ્તીબાજો વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક બ્રિજભૂષણ સિંહ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવતા અને તેમના રાજીનામાની માંગણી કરીને ધરણા પર બેઠા હતા. આ પછી તેણે બ્રિજભૂષણ સિંહ શરણ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો, જેના પર દિલ્હી પોલીસે FIR નોંધીને કેસની તપાસ શરૂ કરી.
અભિનેત્રી રવિના ટંડન બુધવારે સાંઈ બાબાના આશીર્વાદ લેવા શિરડી પહોંચી હતી. બાબા સાથેના પોતાના ઊંડા જોડાણને શેર કરતા, રવિનાએ ખુલાસો કર્યો કે તે તેમનામાં તેમના સ્વર્ગસ્થ પિતાની ઝલક જુએ છે.
પ્રયાગરાજના સંગમ શહેરમાં ચાલી રહેલા મહાકુંભમાં વિશ્વભરના ભક્તો ઉમટી રહ્યા છે. સત્તાવાર આંકડા મુજબ, મંગળવારે જ આશરે 43.18 લાખ ભક્તોએ આ પવિત્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં 10 લાખથી વધુ ભક્તોએ કલ્પવાસનું અવલોકન કર્યું હતું.
હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરે મંગળવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી.