વડોદરા જિલ્લામાં ખાનગી સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્રની સફાઈ કામગીરી હાથ ધરાઈ
વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન ઉત્સાહ સાથે ચલાવવામાં આવી રહ્યું છે. ગામેગામ વિવિધ જાહેર સ્થળોની સફાઇ કરવા માટે નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે.
વડોદરા : વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન ઉત્સાહ સાથે ચલાવવામાં આવી રહ્યું છે. ગામેગામ વિવિધ જાહેર સ્થળોની સફાઇ કરવા માટે નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે. આ અભિયાન હેઠળ જિલ્લામાં એક જ દિવસમાં ૨૮૯ સ્થળોએ સફાઇ કામગીરી કરી ૭૧૯ કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા હી સેવા અતર્ગત વડોદરા જિલ્લામાં તા.૦૯.૧૨.૨૩ દરમિયાન ગામડાંઓમાં ખાનગી અને સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જણાવ્યું કે, મંગળવારના રોજ ૨૮૯ સ્થળોએ થયેલી સફાઇ ઝૂંબેશમાં ૧૩૦૮ નાગરિકોએ પણ શ્રમદાન કર્યું હતું. તેમની સાથે ૩૧૫ જેટલા સ્વચ્છતાકર્મીઓ પણ જોડાયા હતા.નાગરિકો આ લોકહિતની પ્રવૃત્તિમાં સ્વયંભૂ રીતે સહભાગી થયા હતા.
વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા શાળા પરિસર, પંચાયત કચેરી, નદીનાળા, માર્ગો, પાણીના સ્ત્રોતો, ટાંકા, પ્રતિમાઓ સહિતની સફાઇ કરી સુંદર કરવામાં આવ્યા હતા. તેની સાથે સરકારી કચેરીઓમાં પણ સફાઇ ઝૂંબેશ ચાલી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકો સફાઇકર્મમાં શ્રમદાન કરવા જોડાઇ રહ્યા છે.
અંબાજી ખાતે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ', 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન સુનિશ્ચિત થયેલ છે, જેમાં લાખો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા સાથે એક ભવ્ય આધ્યાત્મિક મેળાવડો બનવાનું વચન આપે છે.
નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (eNAM) પોર્ટલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2016 માં શરૂ કરવામાં આવ્યું હતું, જે ભારતીય ખેડૂતો તેમની ઉપજ વેચવાની રીતમાં ક્રાંતિ લાવી રહ્યું છે. ઓનલાઈન ટ્રેડિંગને સક્ષમ કરીને, પ્લેટફોર્મ ખેડૂતોને વધુ સારી કિંમતો મેળવવા અને તેમની આવકમાં સુધારો કરવાની મંજૂરી આપે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.