પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત
રેલકર્મીઓએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆતમાં મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહે હાજર રહેલા તમામ રેલ-કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા. આ દરમિયાન તમામે વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.
ડીઆરએમ શ્રી જીતેન્દ્ર સિંહે સૌને જણાવ્યું કે આપણે ગંદકી દૂર કરી ભારત માતા ની સેવા કરવાનો સંકલ્પ લેવાનો છે. એ માટે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગ્રત રહેવા સાથે તે માટે સમય પણ આપવો પડશે. આપણે આની શરૂઆત આપણા પોતાના થી, પરિવાર થી, શેરી-મહોલ્લા થી, ગામ થી તેમ જ આપણા કાર્યસ્થળથી કરવી જોઇએ. એ માટે આપણે નિશ્ચય કરવો જોઇએ કે ન તો હું ક્યાંય ગંદકી ફેલાવીશ અને ન તો બીજાને ફેલાવવા દઇશ. શ્રી સિંહે હાજર રેલ-કર્મચારીઓને આગ્રહ કર્યો કે સૌ પોતપોતાની રીતે 100 વ્યક્તિઓને સ્વચ્છતાના શપથ લેવડાવે જેથી સ્વચ્છતા તરફ ભરેલું આપણું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે.
વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર શ્રી ભજનલાલ મીણાએ જણાવ્યું કે આખું પખવાડિયું ચાલનારા આ સ્વચ્છતા અભિયાનમાં દરેક દિવસને અલગ અલગ થીમ આપવામાં આવી છે અને આ દરમિયાન સ્વચ્છતા જાગૃતિ, સેમિનાર અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,