નાંદોદ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને ગ્રામજનોનો જબરદસ્ત પ્રતિસાદ
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ખાતે ગ્રામજનોનો સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો છે.
રાજપીપલા : “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ખાતે ગ્રામજનોનો સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો છે. ગ્રામજનોએ પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત પંચાયત ઘરની સામુહિક સાફસફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
જિલ્લાના નાગરિકો સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને અન્ય લોકોને સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓ અને બાળકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવાય તે માટે અનેકવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. નર્મદા
જિલ્લામાં વેગવાન બનેલા આ સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં લોકોમાં સ્વચ્છતાની ભાવના કેળવવા કારગત રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું એક મહત્વપૂર્ણ ધાર્મિક સીમાચિહ્ન ગોમતી તળાવ, સ્વચ્છતાની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.