સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરાઇ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧નાં ધાર્મિક સ્થળ તથા આસપાસના વિસ્તારોની સાફ સફાઇ કરવામા આવી હતી.
ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧નાં ધાર્મિક સ્થળ તથા આસપાસના વિસ્તારોની સાફ સફાઇ કરવામા આવી હતી.
સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧માં રામદેપીર મંદિર સહિતના આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક, કાગળો,ઘાસ સહિતનો કચરો તેમજ ગંદકીની સાફ સફાઇ કરીને આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા અને આ સ્વચ્છતા ઝૂંબેશની કામગીરી સુત્રાપાડા નગરપાલીકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.