ગિરિમથક ખાતે 'સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો રંગારંગ પ્રારંભ
ગુજરાત સતત 'વર્લ્ડ ટુરિઝમ મેપ' પર ચમકતું અને ધબકતું રહે એ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે - પ્રવાસન મંત્રી
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા, અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેમ જણાવતા રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ, પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.
શ્રી મુળુભાઇ બેરાએ, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસીય સુવિધાઓના વિકાસ માટે વિશેષ ધ્યાન આપી રહી છે તેમ જણાવી, રોડ અને રેલ્વેની શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાઓ, શાંતિ અને સુરક્ષાને કારણે ગુજરાત, પ્રવાસીઓની પસંદગીનું સ્થળ બન્યું છે તેમ કહ્યું હતું.
ગિરિમથક સાપુતારા ખાતે 'મેઘ મલ્હાર પર્વ' નો પ્રારંભ કરાવતા મંત્રીશ્રીએ સગર્વ જણાવ્યું હતું કે, ગત ઉનાળુ વેકેશનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર બે મહિના દરમિયાન એક કરોડ પાંત્રીસ લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. જે ગત વર્ષની તુલનામાં ૧૭ ટકાથી વધુ છે. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર 'કૈલાશ માનસરોવર યાત્રા', 'સિંધુ દર્શન યાત્રા' સહિત 'શ્રવણ તીર્થ યાત્રા' જેવી યોજનાઓમા પણ આર્થિક સહાય આપી રહી છે તેમ જણાવી, 'સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ કરવામાં આવ્યો છે, તેમ જણાવ્યું હતું.
સાપુતારા એ ગુજરાતનું એક માત્ર હીલ સ્ટેશન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા આ હીલ સ્ટેશન પર આવતા પ્રવાસીઓને ફરવાનાં આનંદની સાથે સાથે, એક ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ અહી જોવા મળે છે. ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન થોડોક સમય અહીં રોકાયા હતા. એ જ સમયે શબરી માતા સાથે એમનો ભેટો થયો હતો, અને શબરી માતાએ ભગવાન શ્રીરામને મીઠાં બોર ખવડાવ્યા હતા.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.