અમદાવાદ મંડળ ખાતે સ્વચ્છતા શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’નો પ્રારંભ
પશ્ચિમ રેલવેના મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદમાં આજે 15-09-2023ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ રેલ કર્મચારીઓ તેમ જ અધિકારીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા. આ દરમિયાન સૌએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.
પશ્ચિમ રેલવેના મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદમાં આજે 15-09-2023ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ રેલ કર્મચારીઓ તેમ જ અધિકારીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા. આ દરમિયાન સૌએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા. તે સાથે મંડળ ખાતે ‘સ્વચ્છતા પખવાડિયા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે 02 ઓક્ટોબર, 2023 સુધી રોજ જુદી જુદી કામગીરી દ્વારા ઊજવાશે.
આ સમયગાળા દરમિયાન મંડળ દ્વારા રેલવે સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ અને હોસ્પિટલો વગેરેમાં વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે, તે ઉપરાંત વોટર બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, નાળાંની સફાઇ, ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા, કચરાનો નિકાલ, ‘સિગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગને ઘટાડવો, વગેરે સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાન દરમિયાન રેલવે સ્ટેશનો સુધી પહોંચતા ટ્રેકની સ્વચ્છતાનું અભિયાન પણ ચલાવવામાં આવશે. આ સ્વચ્છતા પખવાડિયાના દરેક દિવસે એક વિશેષ સંકલ્પ નિશ્ચિત કરવામાં આવ્યો છે.
‘સ્વચ્છતા પખવાડિયા’ અંતર્ગત 16 સપ્ટેમ્બરે ‘સ્વચ્છતા જાગૃતિ’, 17 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ સંવાદ’ 18 અને 19 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ સ્ટેશન’, 20 અને 21 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ રેલગાડી’, 22 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ ટ્રેક’, 23 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ કાર્યાલય, સ્વચ્છ કોલોની તેમ જ સ્વચ્છ પરિસર’, 24 અને 25 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ આહાર’, 26 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ નીર’, 27 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ જળાશય અને પાર્ક’ 28 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ પ્રસાધન અને પર્યાવરણ’ 29 સપ્ટેમ્બરે ‘સ્વચ્છ પ્રતિયોગિતા’ 30 સપ્ટેમ્બરે ‘નો સિંગલ યુઝ પ્લાસ્ટિક’ 1 ઓક્ટોબરે ‘સ્વચ્છતા પખવાડિયા’ દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓની સમીક્ષા તેમ જ સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવશે અને 2 ઓક્ટોબર 2023ના રોજ ગાંધી જયંતીના પ્રસંગે વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન સેવા દિવસ રૂપે મનાવવામાં આવશે.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,