પ્રતાપનગર અને જોબટ વચ્ચે સીધી રેલવે સેવાની શરૂઆત
પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટના નવનિર્મિત રેલવેખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટના નવનિર્મિત રેલવેખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી અલીરાજપુર વચ્ચે ચાલનારી ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) અને ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) ને જોબટ સુધી વિસ્તૃત કરવામાં આવી છે. માનનીય સંસદસભ્ય શ્રી ગુમાન સિંહ ડામોર એ જોબટ સ્ટેશનથી આ વિસ્તૃત ટ્રેનને રવાનગી સંકેત દેખાડી રવાના કરી. આ રીતે હવે વડોદરા થી જોબટ સુધી સીધી રેલવે સેવાની શરૂઆત થઈ ગઈ છે.
1. ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) પ્રતાપનગર – જોબટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બર 2023 થી પ્રતાપનગરથી જોબટ સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 09:05 કલાકે પ્રતાપનગરથી ઉપડીને 13:20 કલાકે જોબટ પહોંચશે.
2. ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) જોબટ – પ્રતાપનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બર 2023થી જોબટથી પ્રતાપનગર સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 14:00 કલાકે જોબટથી ઉપડીને 18:05 કલાકે પ્રતાપનગર પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં ડભોઈ જંકશન, વધવાણા, અમલપુર, સંખેડા, બહાદરપુર, છુંછાપુરા, જોજવા, બોડેલી, જાબૂગામ, સુસ્કલ, પાવી, તેજગઢ, પુનિયાવત, છોટા ઉદેપુર, પાડલિયા રોડ, મોટી સાદલી, અંબારી રિછાવી, અલીરાજપુર, ખંડાલા સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ અંગે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે, જેમાં છેતરપિંડીના બિલિંગ સાથે સંકળાયેલા સંભવિત કૌભાંડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,