ગાંધીનગરની મહિલા સરકારી ઔધોગિક તાલીમ સંસ્થામાંખાલી રહેલી બેઠકો માટે પ્રવેશના ચોથા રાઉન્ડનો પ્રારંભ
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ગાંધીનગરની મહિલા સરકારી ઔધોગિક તાલીમ સંસ્થામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ ૨૦૨૩માં ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશના ચોથા રાઉન્ડની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ગાંધીનગરની મહિલા સરકારી ઔધોગિક તાલીમ સંસ્થામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ ૨૦૨૩માં ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશના ચોથા રાઉન્ડની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ સંસ્થા ખાતેથી અથવા ઇન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઈચ્છુક ઉમેદવાર ૩૧ ઓગષ્ટ ૨૦૨૩ સુધી અરજી કરી શકશે તેમ આચાર્યશ્રી, ઔધોગિક તાલીમ સંસ્થા ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ઉમેદવારે ફોર્મ ભરી જે તે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યું હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવ્યો ન હોય, તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી પરંતુ તેમણે ઓનલાઇન પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.