નર્મદા જિલ્લામાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ
જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે સરદાર ટાઉન હોલમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
રાજપીપલા : રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમને સમાંતર જિલ્લાના તમામ પાંચ તાલુકામાં પણ કાર્યક્રમો યોજાયા હતા.
જિલ્લાના ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવા માટે યોજાયેલા બે દિવસીય રવી કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકતા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ખેડૂતો માટે વાવણીથી વેચાણ સુધીની સરકારશ્રીની અનેકવિધ પુરસ્કૃત યોજનાઓ અમલી છે. જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ જિલ્લાના ખેડૂતો આર્થિક સમૃદ્ધિ કેળવી રહ્યાં છે. ખેતી કાર્યોને સરળ અને અસરકારક બનાવવા માટે આધુનિક યંત્રો/ઓજારો થકી ખેડુતો કૃષિ યાંત્રીકરણ અપનાવતા થાય તેવા ઉમદા આશયથી ટ્રેક્ટર સહિતના ઓજારો ખરીદવા નર્મદા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૩૮૦૯ ખેડુતોને ૧૨.૫૩ કરોડ જેટલી સહાય ચુકવવામાં આવી છે.
ધારાસભ્યશ્રી દેશમુખે વધુમાં જણાવ્યું કે, ખેડૂતો રાજય સરકારની પુરસ્કૃત યોજનાઓ થકી બીજથી લઇને અન્ય સામગ્રીઓ સહાયથી મેળવી શકે તે માટે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૯૪૪૦ ખેડુતોને રૂપિયા ૬.૪૫ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની પુરસ્કૃત યોજનાઓ હેઠળ જિલ્લાના ૩૨૧૫ ખેડુતોને રૂપિય ૫.૨૫ કરોડથી વધુ રકમની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા ૬,૦૦૦/- લેખે વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધી કુલ ૧૪ હપ્તા મળીને જીલ્લામાં અંદાજિત એક લાખ ખેડૂત લાભાર્થીનોના ખાતામાં રૂપિયા ૨૧૯ કરોડની સહાય ડાયરેક્ટ બેનેફિસરી ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાવ્યા છે. માત્ર એટલું જ નહીં આપત્તિના સમયમાં પણ સરકાર હંમેશાં ખેડૂતોના દ્વારે પહોંચી છે ત્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર-૨૦૨૩ માસમાં થયેલા ભારે વરસાદ અને નદીઓના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે આવેલા પુરથી થયેલા પાક નુકસાનીના વળતર સ્વરૂપે નર્મદા જિલ્લાના ખેડુતોના ૨૪૦૦ અરજીઓ સામે કુલ રૂપિયા ૫(પાંચ) કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી હતી તથા અન્ય ખેડુતોને સહાય ચુકવણીની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યુ. આમ, નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૧૫-૧૬થી અત્યાર સુધીમાં ૯૫૦૪૭ જેટલાં ખેડુતોને રૂપિયા ૧૨૧ કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.