આત્મહત્યા કોઈ સમસ્યાનું નિવારણ નથી એ વિષય પર તિલકવાડા પોલીસનું સરાહનીય કાર્ય
નર્મદા જિલ્લામાં કેટલાક તાલુકામાં આપઘાતનું વધતું પ્રમાણ ચિંતાજનક છે માટે આવી ઘટના અટકાવવા તિલકવાડા પોલીસે એક સંવાદનું આયોજન કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.
નર્મદા જિલ્લામાં કેટલાક તાલુકામાં આપઘાત નું વધતું પ્રમાણ ચિંતાજનક છે માટે આવી ઘટના અટકાવવા તિલકવાડા પોલીસે એક સંવાદ નું આયોજન કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.
નર્મદા જિલ્લામાં ઝેરી દવા પી આપઘાત કરવાની ઘટના માં સતત વધારો જોવા મળ્યો છે અને તેમાં પણ ખાસ કરીને સગીર વયના બાળકો અને બાળકીઓ આવું પગલું ભરે ત્યારે આવી ઘટના ગંભીર કહી શકાય માટે આવી ઘટનાનું પુનરાવર્તન નાં થાય અને તેને અટકાવવા એક માત્ર લોક જાગૃતિ જરૂરી છે, પરંતુ જિલ્લામાં મોટા ભાગની વસ્તી પછાત આદિવાસી હોય અને એમાં ઘણા લોકો અભણ હોવાથી આપઘાત જેવું પગલું ભરતા હોય છે.
આવા સમયે નર્મદા પોલીસ લોક જાગૃતિ માટે પ્રયાસ કરતી હોવાથી તેના ભાગરૂપે તિલકવાડા પોલીસે તાલુકાના ટેકરા ફળિયા,દેવલિયા ખાતે "આત્મહત્યા એ કોઇ સમસ્યાનું નિવારણ નથી" એ વિષય પર તિલકવાડા પોલીસ સ્ટેશન દ્વારા તેમનાં વિસ્તારમાં આવા બનાવો સતત બનતા રહેતા હોવાથી તે અટકાવવા અંગે જન સંવાદનું આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવવા એક પ્રયાસ કરી સરાહનીય કાર્ય કર્યું હતું.
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."