વંચિતોના વિકાસ માટેની કટિબધ્ધતા.... છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસની મક્કમ કાર્યશૈલી
વંચિતોના વિકાસ માટે અમારી મક્કમ પ્રતિબદ્ધતા શોધો. હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો પ્રત્યેનો અમારો સર્વગ્રાહી અભિગમ જીવનમાં પરિવર્તન અને વ્યક્તિઓને સશક્તિકરણ કરવાનો છે. સારા ભવિષ્ય માટે અમારા મિશનમાં અમારી સાથે જોડાઓ. વધુ જાણવા માટે હમણાં ક્લિક કરો.
રાજ્ય સરકાર ગુજરાતના ખૂણેખૂણાના, સમાજના પ્રત્યેક વર્ગના સમગ્રતયા વિકાસ માટે પ્રતિબધ્ધ છે. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, તથા અલ્પ સંખ્યક વર્ગના લોકોના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખી તેમના આર્થિક કલ્યાણ અને પ્રગતિ માટે રાજ્ય સરકાર સતત કટિબધ્ધ બની અનેક જનહિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી તેનો પારદર્શક, અસરકારક અને ત્વરીત લાભ વંચિતોને આપ્યો છે. ‘વંચિતોનો વિકાસ’ એવા મહામંત્રને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કંડારેલા વંચિતોના વિકાસના માર્ગને રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વધુ પ્રશસ્ત કર્યો છે. વંચિતોના વિકાસનું સર્વસ્પર્શી, સર્વગ્રાહી, સર્વસમાવેશક આયોજન કરી વિવિધ કલ્યાણકારી, વિકાસલક્ષી યોજનાઓનો અસરકારક અમલ શરૂ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ માટે જે ઐતિહાસિક વિશાળ કદનુ બજેટ રજૂ કર્યું છે, તેમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના (SCSP) સહિત કુલ રૂા. ૧૦ હજાર ૫૫૮ કરોડ ૭૨ લાખની જોગવાઇ કરી છે. જે ગત વર્ષ કરતાં રૂા. ૧ હજાર ૯૩૪ કરોડ ૭૫ લાખ (૨૨.૪૩%)નો વધારો કરાયો છે. રાજ્ય સરકારે અનુસૂચિત જાતિઓનાં સર્વાંગી વિકાસની સાથેસાથ સામાજિક સુરક્ષાની દિશામાં પણ અનેકવિધ નક્કર પગલાં લઈ પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરી છે. પરિણામે ગુજરાતનો અનુસૂચિત જાતિનો સમૂદાય સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે મક્કમતાપૂર્વક નવી ઉર્જા સાથે ગૌરવપૂર્વક જીવન જીવવા તરફ અગ્રેસર બન્યો છે.
જેના મુખ્ય મુદ્દાઓ ઉપર નજર નાખીએ તો રાજ્ય સરકારે શ્રમિકોના માસિક વેતનમાં 25 ટકા જેટલો વધારો કર્યો. કુશળ શ્રમિકને હવે મળશે માસિક વેતન રૂ.12,324 જેથી તેઓ આર્થિક રીતે સક્ષમ બનશે.શ્રમયોગીઓનાકલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરવામાં આવી. આ યોજનામાં કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કલ્યાણ કારી યોજનાઓનો લાભ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે 11 લાખથી વધુ શ્રમિકોને ઇ-શ્રમ હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યા. રેશનની દુકાનમાંથી ‘શ્રી અન્ન’ ને પ્રોત્સાહન આપવા બાજરી અને જુવારનું વિતરણ શરૂ. આ ધાન સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર નથી, પરંતુ તેમાં ઘણાં ઔષધીય ગુણો પણ છે.
ફેરીયાઓ પગભર થઈ શકે તેવા આશયથી 30,000થી વધુ ફેરિયાઓને પી.એમ. સ્વનિધિ હેઠળ લોન આપવામાં આવી. 71 લાખ કુટુંબોને દર માસે પ્રતિ કુટુંબ 1 કિ.ગ્રા ચણાનું રાહતદરે વિતરણ તથા ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ. જેથી વંચિત વર્ગને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય છે. જરૂરિયાતમંદ લોકોને આવાસ પૂરા પાડવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં મળીને કુલ 32,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું.અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ભણીને પગભર થાય તે માટે અનુ. જાતિના 16,865 વિદ્યાર્થીઓને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ સહાય આપવામાં આવી.આ ઉપરાંત અનુસૂચિત જાતિના લોકોને પોતાનું સપનાનું ઘર મળે તેવા આશય સાથે 10,961 થી વધુ આંબેડકર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું. સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ પરિવારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે હવે કુંટુબ ઓળખપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અન્વયે અનુસૂચિત જાતિના 1,836 લાભાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી.7,683 લાભાર્થીઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આર્થિક સહાય તથા ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં રૂ. 1 લાખની સહાયમાં રૂ. 1.50 લાખનો વધારો કરી હવેથી રૂ. 2.50 લાખ સહાય આપવામાં આવશે. જાન્યુઆરી- 2023 સુધીમાં 672 યુગલોને રૂ. 14.08 કરોડની સહાય ચૂકવાઈ છે.આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા અનુસૂચિત જાતિના 1,308 યુગલોને આંતરજ્ઞાતિય લગ્ન સહાય આપવામાં આવી.રાજ્યના અનુસૂચિત જાતિના 464 લાભાર્થીઓની રૂ. 10.15 કરોડના યોજનાકીય નાણાકિય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી કરાઇ છે.
ગુજરાતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. શિક્ષણ ક્ષેત્રે 659 અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો. જ્યારેધોરણ 1 થી 10માં અભ્યાસ કરતાં 1,39,083 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવી. પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિના 3,59,401 વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી.33,803 વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અન્વયે સાયકલ આપવામાં આવી છે. વિશિષ્ટ પ્રતિભા ધરાવતાં દિવ્યાંગજનો માટે દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના અન્વયે કુલ 471 લાભાર્થીઓને કોમ્પ્યુટર ડ્રો દ્વારા સહાય પૂરી પાડવામાં આવી તથા 3,488 દિવ્યાંગોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો.66,284 શ્રમિકોની નોંધણી ઈ-નિર્માણ પોર્ટલ પર કરીને તેમને સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે.રાજ્યમાં વધુ નવા 29 કડિયાનાકા પર શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરાયા જ્યાં કાર્યસ્થળે ફક્ત રૂ.5માં સાત્વિક ભોજન આપવામાં આવે છે. 3,90,000થી વધુ બાંધકામ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ લઈ રહયાં છે.
આદિવાસી બાંધવોનું રાજ્યની પ્રગતિમાં યોગદાન વધ્યું તેના પાયામાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આદિવાસી બાંધવોના સર્વાંગીણ વિકાસ માટેનો મક્કમ નિર્ધાર છે. આદિવાસી બાંધવોના ઉત્થાનને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક મિશન તરીકે સ્વીકાર્યું છે જેના મીઠા ફળ આજે આદિવાસીઓને મળ્યા છે. આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત કરવામાં આવી.આદિજાતિના બાંધવો રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે 43,63,991 થી વધુ આદિવાસી બાંધવોને વાંસનું વિતરણ કરાયું છે.આદિવાસી વિસ્તારમાં પરિવહન સરળ થઈ શકે તે માટે 15 જેટલા કોઝ-વેના સ્થાને પુલોનું નિર્માણ કરાયું સાથોસાથ આદિવાસી વિસ્તારમાં પંચાયતી સેવાઓનો લાભ સારી રીતે મળી શકે તે માટે 37 ગામોમાં પંચાયતઘરનુંપણ નિર્માણ કરાયું. ગંભીર એનીમિયા ધરાવતી 10,000થી વધુ આદિવાસી માહિલાઓને તેમની જરૂરિયાત મુજબ સારવાર આપવાથી માતા મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
આદિવાસી વિસ્તારમાં ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે ડેરી વિકાસ યોજના અન્વયે 3511 આદિજાતિ મહિલા લાભાર્થીઓને દૂધાળા પશુ અને સાધનસહાય આપવામાં આવી છે.87 આદિજાતિ કુટુંબોને કુલ રૂ.340 લાખની સ્વરોજગારી માટેની લોન સહાય આપવામાં આવી છે.જ્યારે વનઅધિકાર અધિનિયમ અંતર્ગત 1,095 અધિકારપત્રો આદિવાસી બાંધવોને આપવામાં આવ્યા છે.2,500 આદિવાસી બાંધવોને વોકેશનલ તાલીમ આપવામાં આવી અનેવિદેશ અભ્યાસ અર્થે 22 આદિજાતિના વિદ્યાર્થીઓને રૂ.250 લાખની લોનની આર્થિક સહાય આપવામાં આવી છે.અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકના 2,73,597 સગર્ભા-ધાત્રી માતાઓને એક ટંકનું સંપૂર્ણ ભોજન પૂરૂં પાડીને માતા અને બાળના ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં આવ્યું.રાજ્ય સરકારે લીધેલા નક્કર પગલાને કારણે આદિવાસી નાગરીકોના ઘરઆંગણે સુવિધાઓ પહોંચી છે જેના કારણે તેમની સંસ્કૃતિ ન માત્ર સચવાઈ પરંતુ તેને વૈશ્વિક ઓળખ મળી, તેઓનું વિસ્થાપન અટક્યું અને સમાજનો એક મોટો વર્ગ પોતાનું યોગદાન રાજ્યનાવિકાસમાં આપતો થયો છે.
Pentagon New Report on UFOs: પેન્ટાગોને યુએફઓ અને એલિયન્સ પર નવીનતમ અહેવાલ બહાર પાડ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 1 મે, 2023 થી 1 જૂન, 2024 સુધી, અમેરિકન સત્તાવાળાઓ પાસે આવા સેંકડો અહેવાલો નોંધાવવામાં આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે આકાશમાં કોઈ અજાણી વસ્તુ ઉડતી જોઈ છે.
શ્રીહર્ષ માજેતી ભારતના ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં જાણીતું નામ બની ગયું છે. તેમના નેતૃત્વ હેઠળ, સ્વિગીએ ઓનલાઈન ફૂડ ડિલિવરી ક્ષેત્રે એક નોંધપાત્ર બદલાવ કર્યો છે.
દરેક યુવક ઊંચા પગારવાળી નોકરી કરવા માંગે છે પરંતુ જાણકારીના અભાવે તે ખોટા ટ્રેકનો અભ્યાસ કરે છે જેના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.