ઓસ્ટ્રેલીયાના સિડની ખાતે યોજાશે કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશનની બેઠક
વિશ્વની મહત્વની પાર્લમેન્ટરી બેઠકમાં એક ગણાતી કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશનની બેઠક આ વર્ષે ઓસ્ટ્રેલીયાના સિડની ખાતે યોજાશે. આ બેઠક તારીખ 3 થી 8 નવેમ્બર સુધી યોજાશે.
વિશ્વની મહત્વની પાર્લમેન્ટરી બેઠકમાં એક ગણાતી કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશન ની બેઠક આ વર્ષે ઓસ્ટ્રેલીયાના સિડની ખાતે યોજાશે. આ બેઠક તારીખ 3 થી 8 નવેમ્બર સુધી યોજાશે. કોમનવેલ્થના સભ્ય બનેલા તમામ દેશ અને રાજ્ય આ બેઠકમાં સભ્ય તરીકે હોય છે. જેમાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાત પાર્લમેન્ટરી એસોશીએશનના પ્રમુખ વિધાનસભા અધ્યક્ષ છે. જેથી ઓસ્ટ્રેલીયાના સિડની ખાતે યોજાનારી આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે અધ્યક્ષશ્રી સાથે ગુજરાતના બે ધારાસભ્ય શ્રી અનિરુધ્ધ દવે તેમજ શૈલેષ પરમાર ઓબ્ઝર્વર તરીકે જોડાઈ બેઠકમાં સહભાગી બનશે. આ બેઠકમાં કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશનના ચેરમેનની ચુંટણીમાં અધ્યક્ષશ્રી મત આપી શકશે. જ્યારે બેઠકમાં કોન્ફ્રેન્સની થીમ આધારિત વિવિધ પેનલ ડિસ્કશનમાં ભાગ લેશે.
કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશન સૌથી જૂની સંસ્થાઓમાંથી એક છે. ૧૯૧૧માં તેની સ્થાપના થઈ હતી. કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશન લિંગ, જાતિ, ધર્મ કે સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના એક પ્લેટફોર્મ પર તમામ સભ્યોને એકસાથે લાવે છે. જે સુશાસન, લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોને સમર્થન આપવા કામ કરે છે. આ એસોસિએશન ૫૬ દેશોના ૧૮૦ થી વધુ વિધાનસભાનું બનેલું છે. જે સંસદીય પ્રણાલી અને સંસદીય બાબતોની સારી પ્રથાઓ અમલીકરણની ચર્ચા માટેનું વૈશ્વિક પ્લેટફોર્મ પુરૂ પાડે છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બધુ બરાબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી છૂટાછેડા લઈ શકે છે. આ સમાચાર આવ્યા બાદ ચહલ અને ધનશ્રી છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.