“CAPSI ધ સિક્યુરિટી લીડરશીપ સમિટ 2023”નું સમાપન
ગાંધીનગર નારાયણી હાઈટ્સ ખાતે આયોજિત બે દિવસીય “CAPSI ધ સિક્યુરિટી લીડરશીપ સમિટ 2023”નું પ્રાઈવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાઇવેટ સિક્યુરિટી સેક્ટરના વિવિધ મુદ્દાઓને સંબોધિત કરતા ચર્ચા-વિચારણા, પેનલ ડિસ્કશન, એવોર્ડ, એમઓયૂ સહિતના કાર્યક્રમો સાથે સફળત્તમ સમાપન થયું.
ગાંઘીનગર / અમદાવાદ : ગાંધીનગર નારાયણી હાઈટ્સ ખાતે આયોજિત બે દિવસીય “CAPSI ધ સિક્યુરિટી લીડરશીપ સમિટ 2023”નું પ્રાઈવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાઇવેટ સિક્યુરિટી સેક્ટરના વિવિધ મુદ્દાઓને સંબોધિત કરતા
ચર્ચા-વિચારણા, પેનલ ડિસ્કશન, એવોર્ડ, એમઓયૂ સહિતના કાર્યક્રમો સાથે સફળત્તમ સમાપન થયું.
સમિટના બીજા દિવસનો પ્રારંભ મુખ્ય અતિથિ લેફ્ટનન્ટ જનરલ એ.બી. શિવાને, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ (નિવૃત્ત), ભૂતપૂર્વ ડીજી મિકેનાઇઝ્ડ ફોર્સિસ ઈન્ડિયન આર્મી અને સ્ટ્રાઈક કોર્પ્સ કમાન્ડર દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યા બાદ CAPSI અને APDIના અધ્યક્ષ કુંવર વિક્રમ સિંહે ઉપસ્થિત પ્રાઇવેટ સિક્યુરિટી સમુદાયને સંબોધિત કરતા સેક્ટરના ભાવિ વિકાસ પર પ્રકાશ પાડ્યોહતો.
CAPSIના આમંત્રણને સ્વિકારી સમિટને ખુલ્લી મૂકવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હાર્દિક આભાર વ્યક્ત કરતા CAPSI અને APDIના અધ્યક્ષ કુંવર વિક્રમ સિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું, “પ્રાઇવેટ સિક્યુરિટી સેક્ટર દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે અને આ સેક્ટરમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે, પરંતુ તે માટે સેક્ટરે વધુ આધુનિકતાને અપનાવવી પડશે.”
સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા કોવિડ સમયગાળા દરમિયાન બજાવેલી ફરજને બિરદાવતા કુંવર વિક્રમ સિંહે વધુમાં જણાવ્યું, “કોવિડ-19ના સમયગાળા દરમિયાન સિક્યોરિટી ગાર્ડ્સે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી.
આ ગાળા દરમિયાન ઔદ્યોગિક એકમોમાં ચોરી કે લૂંટ જેવી એકપણ ઘટના ન બનવા દઇએ તેઓએ કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપ્યો છે. સિકેયોરિટી ગાર્ડ્સ ત્યાં ટકી રહ્યાં અને તેઓએ મોરચો છોડ્યો નહી. તેથી તેમની નિષ્ઠા અને કટિબદ્ધતાને બિરદાવી જોઇએ. તેમની પ્રામણિકતાને નોંધ વિશ્વ સ્તરે લેવાઇ હતી તેના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ પણ જોવા મળી. આ જોતા પ્રાઇવેટ સિક્યોરિટીને સરકારી
અને આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડોને પ્રાપ્ત કરીશું તો વિદેશોમાં નોકરીની ઉજ્જવળ તકો રહેલી છે.”
“CAPSI ધ સિક્યુરિટી લીડરશીપ સમિટ 2023” દરમિયાન સેન્ટ્રલ એસોસિએશન ઑફ પ્રાઇવેટ સિક્યોરિટી ઇન્ડસ્ટ્રી અને યાત્રા ઑનલાઇન લિમિટેડ (યાત્રા) વચ્ચે એમઓયૂ કરવામાં આવ્યો હતો. જેમાં સિક્યોરિટી ગાર્ડ અને તેમના પરિવારના સભ્યો માટે ટિકિટ અને હોટેલ બુકિંગ જેવી વિવિધ સુવિધાઓ પર વિશેષ છૂટનો સમાવેશ થાય છે.
CAPSI ગુજરાત ચેપ્ટરના પ્રમુખ અને સિક્યોરિટી એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી ડૉ. સમીર ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં તમામ સ્પોનસર્સ અને પ્રાઈવેટ સિક્યોરિટી સેક્ટર સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ અને ગાર્ડ્સને આવકાર્યા હતા. તો CAPSI અને APDIના સેક્રેટરી જનરલ શ્રી મહેશ શર્માએ આભાર વિધિ કરી તમામ ઉપસ્થિતિનો આભાર વ્યક્ત કર્યો હતો.
રશિયા પાસેથી અશ્મિભૂત ઇંધણની આયાતમાં ચીન 235 અબજ યુરો (તેલ માટે 170 અબજ યુરો, કોલસા માટે 34.3 અબજ યુરો અને ગેસ માટે 30.5 અબજ યુરો) સાથે આગળ રહ્યું. CREA અનુસાર, ભારતે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, 2 માર્ચ, 2025 થી ત્રણ વર્ષમાં રશિયા પાસેથી કુલ 205.84 બિલિયન યુરોના અશ્મિભૂત ઇંધણ ખરીદ્યા છે.
બુધવારે પણ બજાર લીલા નિશાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું અને મોટા વધારા સાથે બંધ થયું. સતત 10 દિવસ સુધી ઘટાડા સાથે બંધ રહ્યા પછી, બુધવારે બજારે વધારા સાથે કારોબાર પૂર્ણ કર્યો. જે પછી આજે ફરી એકવાર બજારમાં તેજી જોવા મળી અને તે સારા વધારા સાથે બંધ થયું.
બીએસઈ સેન્સેક્સ ૭૪૦.૩૦ પોઈન્ટ ઉછળીને ૭૩,૭૩૦.૨૩ પર બંધ થયો. તેવી જ રીતે, NSE નિફ્ટીમાં પણ 254.65 પોઈન્ટનો વધારો જોવા મળ્યો.