જિલ્લા કક્ષાના વિવિધ રમતો માટેના "સમર કેમ્પ 2023" નુ સમાપન
બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોરએથ્લેટિક્સ એસોસિએશનને વડોદરાની ઓળખાણ સમાન સ્વદેશી અને પરંપરાગત રમતો જેમ કે ખો-ખો, કબડ્ડી અને લંગડીની સાથે હોકીને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા પહેલ કરી છે
બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોરએથ્લેટિક્સ એસોસિએશન ને વડોદરાની ઓળખાણ સમાન સ્વદેશી અને પરંપરાગત રમતો જેમ કે ખો - ખો, કબડ્ડી અને લંગડીની સાથે હોકીને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા પહેલ કરી છે. આથી, એસોસિએશન શહેરના યુવાનો માટે વિવિધ રમતો માટે સમર કેમ્પનું આયોજન કરવા માટે આગેવાની લીધી હતી, હોકીબરોડા, બરોડા ડિસ્ટ્રિક્ટ ખોખો એસોસિએશન, વડોદરા કબડ્ડી એસોસિએશન, બરોડા લંગડી એસોસિએશન. એથ્લેટિક્સ, હોકી, લંગડી,ખોખો અને કબડ્ડી માટેના કોચિંગ કેમ્પમાં જોડાયા હતા.
કોચિંગ કેમ્પ ૨૪મી એપ્રિલ, ૨૦૨૩ થી ૧૦મી મે ૨૦૨૩ સુધી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી અલગ અલગ સ્થળે જેમ કે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગુજરાત ક્રીડા મંડળ, પંડિત નારાયણ ગુરુ તાલીમ, હોકી મેદાન અકોટા, રાયગઢ સ્પોર્ટ્સ ક્લબ, માધવ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત થયો હતો. સમર કેમ્પ વડોદરાના ખેલાડીઓ માટે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અને વિશિષ્ટ તાલીમ/કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૨૦૦ થી વધારે ઊભરતા ખેલાડીઓ ક્વાલિફાઇડ કોચ પાસે થી વૈજ્ઞાનિક ઢબે પ્રશિક્ષણ મેડવ્યું હતું. બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોરએથ્લેટિક્સ એસોસિએશન દ્વારા ખેલાડીઓને સવારે પોષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો હતો. આ કેમ્પ શ્રી ચૈતન્ય દેસાઇ – પ્રમુખ, બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોરએથ્લેટિક્સ એસોસિએશન ના આયોજન સમિતિ ના પ્રમુખની અધ્યક્ષતામાં આયોજિત થયો હતો.
આ સમર કેમ્પમાં રમત પ્રમાણે એથ્લેટિક્સ માં ૨૭ ખેલાડીઓ, હોકી માં ૫૨ ખેલાડીઓ, ખો ખોમાં ૫૬ ખેલાડીઑ, કબડ્ડીમાં ૨૧ ખેલાડીઓ અને લંગડી માં કુલ ૫૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ સમારંભમાં અતિથિ તરીકે શ્રી આનંદ રોહન (આઇ.પી.એસ., એસ.પી.- વડોદરા રૂરલ) ઉપસ્થિત રહ્યા હતા અને બધા ખેલાડીઓને રમતથી જીવનના મૂલ્યો શીખવા અને શારીરિક શ્રમ અને રમતને જીવનનો ભાગ બનાવવા કહ્યું હતું.
અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી પ્રેમરાજ કશ્યપે ખેલાડીઓને મોબાઇલ, ટીવી છોડીને પોતે મેદાન માં રમવા આવ્યા અને પ્રમાણપત્ર મેળવ્યો એના બદલ ખેલાડીઓ અને તેમના વાલીઓને ખુબ ખૂબ અભિનંદન આપ્યા હતા.આ સાથે સાથે, હોકી ગુજરાત ના પ્રમુખ આર. વી. શેલર, ગુજરાત એથ્લેટિક્સના મંત્રી શ્રી લક્ષ્મણ કરંજગાવકાર, શ્રી મહેશ પટેલ અને શ્રી ગૌરવ પવલે- ઉપ-પ્રમુખ, બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશન પણ હાજર રહ્યા હતા.
આ કેમ્પના સમાપન સમારંભમાં કેમ્પના પ્રશિક્ષકો અને સહ સયોંજકો ખો - ખો અને લંગડી માટે દિલીપ ઢસાદ, હરેન્દ્ર સિસોદિયા, કમલેશ પરમાર, શોલ્ક પવલે, મયંક મકવાણા, રહેમત અલી, કબડ્ડી રમત માટે - પવાર,આર.બી. સાલુંકે, સુનીલ પેંડારી, દીપક તન્દ્લેકાર, હોકી માટે સુશીલ બામણેલકર, પ્રાચી નિકમ, ઓમ જગતાપ, હાર્દિક માલવણકર, કશ્યપ સાવંત, વિવેક પવાર, એથ્લેટિક્સ - મહેન્દ્ર ચૌધરી, અનિરુદ્ધ સોલંકી, સંજય સિકદર, શિવા કૃષ્ણન, કેમ્પના સયોંજક તરીકે - શ્રી સતેન્દ્ર પંચાલ, મહેન્દ્રસિંહ રાઠોડ,યોગેશ મૂળેનો ખાસ આભાર માન્યો હતો.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.