અંબુજા સિમેન્ટ્સ અને ACC દ્વારા અગ્રણી એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ સાથે કોંક્રિટ ટોકનું આયોજન
‘કોંક્રિટ ટોક’ એ અંબુજા સિમેન્ટ્સ અને ACC તરફથી કરવામાં આવેલી પહેલ છે જે ગ્રાહકોને સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ ખરીદતી વખતે યોગ્ય પસંદગી કરવામાં મદદ કરશે.બાંધકામ ઉદ્યોગના વ્યાવસાયિકોને બાંધકામમાં સંયુક્ત સિમેન્ટનું મહત્વ સમજાવવા અંબુજા સિમેન્ટ્સ અને ACC દ્વારા વર્કશોપનું આયોજન.
અદાણી જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ વૈવિધ્યસભર કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ અને એસીસી દ્વારા બાંધકામ ઉદ્યોગના વ્યાવસાયિકોને મદદરૂપ થવાની પહેલ રૂપે એક દિવસીય વર્કશોપ “કોંક્રિટ ટોક” યોજવામાં આવી. કમ્પોઝિટ સિમેન્ટ, કોંક્રીટ ટેક્નોલોજી અને ખનિજ મિશ્રણ સાથે ટકાઉ કોંક્રિટ અંગે એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સને માહિતગાર કરવાનો હેતુથી તેનું આયોજન કરવામાં આવ્યું.
અંબુજા સિમેન્ટ્સ અને ACCના આઉટરીચ પ્રોગ્રામના ભાગ ‘કોંક્રીટ ટોક’ નો ઉદ્દેશ્ય ગ્રાહકોને સિમેન્ટ અને અન્ય બિલ્ડિંગ મટિરિયલ ખરીદતી વેળાએ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. ઇજનેરો અને આર્કિટેક્ટ્સને ઉત્પાદનો અને શ્રેષ્ઠ પ્રથાઓ વિશે શિક્ષિત કરીને ઉદ્દેશ્ય હાંસલ કરવાની તેની અપેક્ષા છે. જે તેમના ગ્રાહકોને ટકાઉપણું અને પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારા પરિણામો આપશે. આ વર્કશોપ્સમાં મજબૂત માળખુ અને પાયો બનાવવા પોઝોલેનિક અને GGBFS ના ઉપયોગથી રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રિટ (RCC) માળખામાં મિશ્ર સિમેન્ટનો ઉપયોગ કરવા અને ટકાઉ કોંક્રિટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સિમેન્ટ બિઝનેસના CEO અજય કપૂરે જણાવ્યું હતું કે, “કોંક્રીટ ટોક જેવી પહેલ દ્વારા અમે સિમેન્ટના ખરીદદારોને સારી રીતે માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરીએ છીએ અને ઉત્તમ પરિણામો હાંસલ કરવા અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે તેમને તાલીમ આપીએ છીએ.
અમારું માનવું છે કે આર્કિટેક્ટ્સ અને એન્જિનિયર્સ જેવા બાંધકામ ઉદ્યોગના વ્યાવસાયિકોને શિક્ષિત કરીને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. અમે સિમેન્ટના ખરીદદારોને ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનોના ઉપયોગને સમજાવવામાં અને ટકાઉ બાંધકામ અંગે માહિતગાર કરી રહ્યા છીએ.TRA રિસર્ચેના 2023 બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટમાં ભારતની અંબુજા સિમેન્ટ્સ અને ACC બ્રાન્ડ્સને 'સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ તરીકે માન્યતા આપી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.