વડોદરા જિલ્લાના તમામ સીઆરસી કો.ઓર્ડીનેટર માટે સક્ષમ શાળા અંગે તાલીમ યોજાઈ
સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય ગાંધીનગરની સુચના અનુસાર જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા ખાતે “સક્ષમ શાળા” અંગે જિલ્લાના તમામ સીઆરસી કો.ઓર્ડીનેટરને બે દિવસની તાલીમ આપવામાં આવી હતી.
વડોદરા : સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય ગાંધીનગરની સુચના અનુસાર જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા ખાતે “સક્ષમ શાળા” અંગે જિલ્લાના તમામ સીઆરસી કો.ઓર્ડીનેટરને બે દિવસની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં સ્વચ્છતા, હરિયાળી, સલામતી અને સમાવેશન(ટકાઉપણું) જેવા ઘટકો અને પેટા ઘટકોમાં પાણી, શૌચાલય, આરોગ્ય, રક્ષણ, હવા, જમીન, ઉર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન અને સમાવેશ વિષે વિસ્તૃત માર્ગદર્શન તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં OIC / QEM - DPE, તમામ TRP અને તમામ બીઆરસી કો.ઓર્ડીનેટરે તજજ્ઞ તરીકે કામગીરી કરવા સાથે શાળા સલામતી અને સુરક્ષાના ભાગરૂપે તાલીમ વર્ગમાં સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવાર તથા મનોજસિંહ સીતાપર દ્વારા ફાયર સેફટીનું નિદર્શન રૂબરૂ ડેમો કરીને તાલીમ આપવામાં આવી હતી. શાળાઓમાં ફાયર NOC લેવી અને દરેક શાળામાં સલામતી જાળવવા માટે ફાયરના બોટલ રીફીલ કરાવવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ પાંડે, પ્રાચાર્યશ્રી ડાયેટ,શિક્ષણ નિરીક્ષક ડીઈઓ કચેરીએ ઉપસ્થિત રહી વ્યવહારુ દ્રષ્ટાંતો સાથે પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
તાલીમ દરમ્યાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ દરેક તાલીમાર્થીને “મારી શાળા હરિયાળી શાળા” ના ખ્યાલને સાકાર બનાવવા સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.
રાજ્ય કક્ષાએથી ક્વોલીટી સેલના પ્રતિનિધિ શ્રી ધર્મેશ રામાનુજ તથા શ્રી અતુલભાઈ પંચાલેવિશેષ ઉપસ્થિતિ રહી તમામ તાલીમાર્થીઓને સક્ષમ શાળાનો ખ્યાલ અને આગામી અમલીકરણ અંગે ગમ્મત સાથે વિષયવસ્તુનું જ્ઞાન પણ પૂરું પાડ્યું હતું.
સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન ADPC શ્રી રાકેશભાઈ સુથાર દ્વારા અને વર્ગ કન્વીનર શ્રી મુકેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.
અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાશે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. ૩૫,૯૮૪.૫૮ કરોડનું રોકાણ પણ મળ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ