તિલકવાડા તા.પં પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટણીમાં પક્ષ વિરુદ્ધ મતદાન કરનાર કોંગ્રેસના સભ્યો પાર્ટીમાંથી સસ્પેન્ડ
નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોહિત પટેલે પ્રદેશના આદેશથી કોંગ્રેસના તા.પં સભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કર્યાં, આગામી સમયમાં એમનું તાલુકા પંચાયતનું સભ્ય પદ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે: નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રોહિત પટેલ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયત સહિત તમામ 5 તાલુકા પંચાયતમાં હાલમાં જ બાકીની અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી.જોકે તમામ જગ્યાએ ફરી ભાજપ નો ભગવો લહેરાયો છે.તો બીજી બાજુ તિલકવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો.ત્યારે પક્ષના વ્હીલ વિરુદ્ધ મતદાન કરનાર તિલકવાડા તા.પં માંથી કોંગ્રેસના ચૂંટાયેલા 2 સભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખડભળાટ મચ્યો છે.
આ બાબતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું કે હાલમાં જ તિલકવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરફે મતદાન કરવા કોંગ્રેસ પાર્ટીએ વ્હીપ જાહેર કર્યો હતો. તિલકવાડા તાલુકા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલાં સભ્યો લીલાબેન પુજાભાઈ વસાવા અને હંસાબેન રામસિંગભાઈ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર વિરૂદ્ધ મતદાન કરી પાર્ટીના વ્હીપનો અનાદર કર્યો છે.એ કારણોસર આ બંને સભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આગામી સમયમાં એમનું તાલુકા પંચાયતનું સભ્ય પદ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.
"અમદાવાદ અને સુરતમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીમાં 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત. જાણો દસ્તાવેજોની ચકાસણી, પોલીસની રેડ અને હર્ષ સંઘવીની ચેતવણી વિશે સંપૂર્ણ માહિતી."
"અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની નવી સેવા 27 એપ્રિલ, 2025થી શરૂ! સચિવાલય અને ગિફ્ટ સિટી સુધી 7 નવા સ્ટેશનો સાથે ઝડપી અને સુરક્ષિત મુસાફરી. જાણો ટાઈમટેબલ, ટિકિટ દર અને લાભો વિશે વિગતવાર માહિતી."
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.