કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ્સ ઉદ્યોગ આગામી 5 વર્ષમાં વાર્ષિક ધોરણે 15 ટકાથી વધુ વૃદ્ધિનો લક્ષ્યાંક ધરાવે છે
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ આજે એક્સકોન 2023ની જાહેરાત કરવા માટે શહેરમાં રોડ શોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગજગત, સરકાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ્સ (બાંધકામ ઉપકરણ) ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા આયોજિત કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ્સ માટેનું દક્ષિણ એશિયાનું
સૌથી મોટું પ્રદર્શન એક્સકોન 12 થી 16 ડિસેમ્બર, 2023 દરમિયાન બેંગાલુરુમાં બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન
સેન્ટર ખાતે યોજાવાનું છે.
આ ઇવેન્ટ 30 લાખ ચોરસ ફૂટના ડિસ્પ્લે એરિયામાં યોજાશે અને તેમાં ઓસ્ટ્રિયા, ચીન, ચેક રિપબ્લિક, ફ્રાન્સ, જર્મની,
ઇટાલી, રોમાનિયા, રશિયા, દક્ષિણ કોરિયા, સ્પેન, શ્રીલંકા, તુર્કી, યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ
સ્ટેટ્સ ઓફ અમેરિકા જેવા દેશો સહિત ભારત અને અન્ય વિવિધ દેશોના 1200 થી વધુ પ્રદર્શકો આવે તેવી અપેક્ષા છે.
કર્ણાટક સરકાર એક્સકોન 2023 માટેનું યજમાન રાજ્ય છે.
આ અંગે માહિતી આપતાં, એક્સકોન 2023ની સ્ટીઅરિંગ કમિટીના સભ્ય અને અમ્માન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી
આનંદ સુંદરેસને જણાવ્યું હતું કે, બિલ્ડિંગ ઇન્ડિયાઝ ટુમોરો થીમ આધારિત એક્સકોનની બારમી આવૃત્તિ રજૂ કરીને
અમે અત્યંત રોમાંચ અનુભવી રહ્યાં છીએ. આ વ્યાપક થીમમાં ટેકનોલોજી, વૈશ્વિકરણ, ટકાઉપણું અને સર્વસમાવેશકતાના
મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
એક્સકોન 2023 માત્ર એક ઈવન્ટ નહીં પરંતુ તે ભારતની અવિરત પ્રગતિને આગળ ધપાવતા ઉદ્દીપક તરીકે પ્રસ્થાપિત થયું છે, જે આપણા સ્થિતિસ્થાપક માળખાગત વિકાસનું પ્રતીક છે અને કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટનાં ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતને વિશિષ્ટ દરજ્જો પ્રદાન કરે છે. ભારતની આર્થિક પ્રગતિ માળખાગત ક્ષેત્રની ક્ષમતા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે, જેને પગલે આ ક્ષેત્ર તરફ સરકારનું ધ્યાન ખેંચાયું છે. આ ઉદ્દેશ પ્રત્યે દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવતા સરકારે આ ક્ષેત્રને મજબૂત કરવા માટે રૂ. 10 લાખ કરોડની નોંધપાત્ર ફાળવણી કરી છે, જે 130.57 અબજ અમેરિકન ડોલરની સમકક્ષ છે. સરકારે બાંધકામ ક્ષેત્રે ટેક્નોલોજીના વ્યાપક કદ અને અપાર સંભાવનાઓને ઓળખી છે. પીએમએવાય-યુ હેઠળ ટેકનોલોજી પેટા-મિશનના ભાગરૂપે તેમણે 54 નવીન વૈશ્વિક ટેકનોલોજીની ઓળખ કરી છે, જેનાથી ભારતીય બાંધકામ ટેકનોલોજી ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઈ છે. આ પહેલથી તમામ હિસ્સેદારો માટે વધુ સમાવેશક માર્ગ મોકળો થવાની અપેક્ષા છે.
એક્સકોન 2023 માં વિવિધ મહત્વની બાબતોનો સમાવેશ કરાયો છે, જેમાં વૈકલ્પિક ઇંધણ, એઆઇ પેવેલિયન, આત્મનિર્ભર ભારત, કૌશલ્ય, કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ્સ અને મશીનરીનું સંચાલન કરતી મહિલાઓ, સંરક્ષણ અને
અર્ધલશ્કરી દળો પર પરિષદો, સાતત્યતા પર ભાર મુકતું ગ્રીન કન્સ્ટ્રક્શન, એઆઇ અને આઇઓટી અને કન્સ્ટ્રક્શન
એન્જિનિયરિંગ સેક્ટરમાં ઓટોમેશન વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.