કન્ઝમ્પશન-પ્રેરિત ધિરાણ ક્રેડિટ માર્કેટના વિકાસ માટે ચાવીરૂપ સાબિત થઈ રહ્યું છે
આ અહેવાલનાં તારણો એ બાબતનો સંકેત આપે છે કે વૈશ્વિક આર્થિક પરિબળો પડકારજનક હોવા છતાં ડિસેમ્બર 2022માં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં ક્રેડિટ ડિમાન્ડ મજબૂત રહી હતી
Mumbai, India, 19 April, 2023 – વપરાશ-પ્રેરિત (કન્ઝમ્પશન પ્રેરિત) ધિરાણને કારણે ભારતના ક્રેડિટ માર્કેટમાં પ્રગતિનો દર ઊંચો રહ્યો હોવાનું ટ્રાન્સયુનિયન સિબિલ ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર (CMI) * અહેવાલના તાજાં તારણો દ્વારા સ્પષ્ટ થાય છે. આ અહેવાલનાં તારણો એ બાબતનો સંકેત આપે છે કે વૈશ્વિક આર્થિક પરિબળો પડકારજનક હોવા છતાં ડિસેમ્બર 2022માં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં ક્રેડિટ ડિમાન્ડ મજબૂત રહી હતી. CMI નાં તારણો દ્વારા સ્પષ્ટ થાય છે કે 18 થી 30ની વયજૂથના શહેરી ગ્રાહકોમાં નવી ક્રેડિટ પૂછપરછનો દર સતત ઊંચો રહ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ માંગમાં આંશિક વધારો થયેલો જોવા મળે છે.
CMI જે ભારતના ક્રેડિટ ઉદ્યોગને રિટેલ ધિરાણની સ્થિતિ વિશે વિશ્વાસપાત્ર અને વર્તમાન બેન્ચમાર્ક પૂરો પાડે છે, તદ્દઅનુસાર 2021ના અંતે જે બેન્ચમાર્ક 93માં ક્રમાંકે હતો તે ડિસેમ્બર 2022માં 100ના સ્તરે પહોંચ્યો છે. CMI અહેવાલની આ એડિશનનાં તારણો અંગે પ્રતિભાવ આપતા ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ શ્રી રાજેશ કુમારે કહ્યું કે, “ભારતનું ક્રેડિટ માર્કેટ સતત વિકાસ પામી રહ્યું છે અને ક્રેડિટ પરફોર્મન્સ
મજબૂત છે. જોકે, વૈશ્વિક અર્થતંત્રની અસરને ધ્યાનમાં રાખીને ખાસ કરીને લોન ભરપાઈ કરવામાં થતી પ્રારંભિક ઉપેક્ષા તથા લેવરેજ રેશિયો સહિત ધિરાણ સામેનાં જોખમ ઉપર ચાંપતી નજર રાખવાનું આવશ્યક છે.”
CMI નાં તારણો ક્રેડિટ કાર્ડ તથા વ્યક્તિગત લોનની માંગમાં વધારો થયાનું પણ સૂચવે છે, જેનો અર્થ એ છે કે વપરાશ-પ્રેરિત ક્રેડિટ પ્રોડક્ટ્સનો સ્વીકાર થઈ રહ્યો છે જે સરળતા અને લિક્વિડિટી પૂરી પાડે છે. તે સાથે જ ડેટા દર્શાવે છે કે હોમલોનની માંગ ઘટી છે, જેમ કે માંગમાં વાર્ષિક -1% નો ઘટાડો થયો છે તથા સપ્યાલમાં વાર્ષિક -6% નો ઘટાડો થયો છે. આ ટ્રેન્ડ એ દર્શાવે છે કે ઊંચો ફુગાવો તથા વધતા વ્યાજદરને કારણે ગ્રાહકોના સેન્ટિમેન્ટ ઉપર અસર થઈ હોઈ શકે, જેથી લોન લેવાનો વધુ પરંપરાગત વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હોય. “વપરાશ-પ્રેરિત લોન પ્રોડક્ટ્સની માંગ વધી રહી છે ત્યારે ધિરાણ સંસ્થાઓ પાસે ગ્રાહકોને ઉંમર-જૂથ અનુસાર તથા સામાજિક-આર્થિક સ્થિતિ અનુસાર પ્રોડક્ટ ઑફર કરવી જોઇએ જેથી લાંબાગાળાની વેલ્યૂ અને વિશ્વાસ ઊભા કરી શકાય” તેમ રાજેશ કુમારે જણાવ્યું હતું.
નવાં ખાતાં ખૂલવાની પ્રક્રિયા તથા ગ્રાહકની માંગ અને ધિરાણકાર દ્વારા સપ્લાય બંનેની કામગીરીમાં – વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તહેવારના સમયે ટોચ ઉપર પહોંચ્યા પછી આંશિક ઘટાડો થયો હતો. તમામ પ્રકારની લોનમાં મંજૂરીના દરમાં ઘટાડો થયો હતો કેમ કે અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં ધિરાણકારો વૈશ્વિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારે સાવધ રહ્યા હતા. આ બાબત ખાસ કરીને નવું ધિરાણ (NTC) લેવા માગતા ગ્રાહકો બાબતે જોવા મળી હતી કેમ કે સામાન્ય રીતે ધિરાણકારો આવા ગ્રાહકો પ્રત્યે સાવધાની રાખતા હોય છેઃ આવા ગ્રાહકો માટે અપ્રૂવલ દર ડિસેમ્બર 2020 અને 2021માં અનુક્રમે 35% અને 32% હતો તે 2022ના ચોથા ક્વાર્ટરમાં ઘટાડીને 24% કરવામાં આવ્યો હતો.
ટેબલ 1: ક્વાર્ટર-4 – 2021 અને 2022માં લોન અપ્રૂવલ દરો
લોનનો પ્રકાર | Q4 2021 | Q4 2022 |
હોમ લોન | 42% | 41% |
એલએપી | 27% | 25% |
વાહન લોન | 44% | 39% |
ટુ વ્હીલર લોન | 54% | 45% |
પર્સનલ લોન | 28% | 21% |
ક્રેડિટ કાર્ડ | 25% | 21% |
કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન | 35% | 30% |
ગ્રાહકો તેમના ધિરાણની ચૂકવણી કરે છે જેથી તેમને લિક્વિડીટી ઉપલબ્ધ રહે.2022ના ચોથા ક્વાર્ટર દરમિયાન ગ્રાહકના સ્તરે લોન ચૂકવણીમાં ગંભીર ઉપેક્ષા (90 દિવસ અથવા તેના કરતાં વધુ સમય વીતી જવો)ની સ્થિતિમાં એકમાત્ર ક્રેડિટ કાર્ડ સિવાય સુધારો થયો હતો. આ સુધારો સૂચવે
છે કે ગ્રાહકો તેમનાં ધિરાણની ચૂકવણી કરી રહ્યા છે જેથી મુશ્કેલ આર્થિક સ્થિતિ દરમિયાન તેમને જરૂરી રકમ મળતી રહે.
તાજેતરનાં ધિરાણોની કામગીરી અંગે વધુ ઊંડાણપૂર્વક સમીક્ષા રજૂ કરતાં ટ્રાન્સયુનિયન સિબિલ ધિરાણ ઉદ્યોગમાં ચૂકવણી નહીં થવાના ટ્રેન્ડ રજૂ કરે છે. 2022ના ક્વાર્ટર બેના ધિરાણ માટે 2022ના ક્વાર્ટર ચારમાં ચૂકવણી નહીં થવાનો દર અગાઉનાં વર્ષ કરતાં ઓછો હતો. જોકે, પ્રારંભિક ઉપેક્ષાના ટ્રેન્ડમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન તથા ક્રેડિટ કાર્ડમાં તબક્કાવાર વધારો જોવા મળે છે. 2022ના ક્વાર્ટર બેથી કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન ચૂકવણીમાં ઉપેક્ષાનો દર 2021ના ક્વાર્ટર બે કરતાં બેગણો વધારે હતો, એ જ ગાળા માટે ક્રેડિટ કાર્ડ ઉપર વિન્ટેજ ડેલિક્વન્સીમાં પણ આશિંક વધારો જોવા મળ્યો હતો.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.