એએમએના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો
એએમએના નિરંતર શિક્ષણ મોડેલ આધારિત વિવિધ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કાર્યક્રમોએ માર્કેટિંગ અને સેલ્સ, હ્યુમન રિસોર્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ, ફાઇનાન્સ, હેલ્થકેર અને હોસ્પિટલ, બેન્કિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં નવીન કાર્યક્રમોનું આયોજન કરી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના નિરંતર શિક્ષણ મોડેલ આધારિત વિવિધ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કાર્યક્રમોએ માર્કેટિંગ અને સેલ્સ, હ્યુમન રિસોર્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ, ફાઇનાન્સ, હેલ્થકેર અને હોસ્પિટલ, બેન્કિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં નવીન કાર્યક્રમોનું આયોજન કરી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. આજે, કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સાન બર્નાર્ડિનો (CSUSB) યુએસએના સહયોગથી એએમએના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સ અનન્ય બ્રાન્ડ-વેલ્યુ ધરાવે છે.
એએમએ દ્રારા જાન્યુઆરીથી જૂન, ૨૦૨૪ના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સની બેચ માટે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી અજય કુમાર તોમર (નિવૃત્ત પોલીસ મહાનિર્દેશક) અને અતિથિ વિશેષ ડૉ. વિરલ શાહ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, લોક જાગૃતિ કેન્દ્ર LJ યુનિવર્સિટી) દ્રારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા, અને નિરંતર શિક્ષણ થકી વ્યક્તિઓ, સંસ્થાઓ અને સમાજને સશક્ત બનાવવા માટેના એએમએના વિઝન અને મિશન વિશે વાત કરી.
કૃપા કરીને કાર્યક્રમની ઝલક માટે જોડાયેલ ફોટોગ્રાફ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને એએમએને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા એએમએની વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલાના છેવાડાનું વણોટ ગામે 68 લાભાર્થીઓને જાહેર હરાજી થી આપેલા પ્લોટોનું સનદ વિતરણ કરતા ધારાસભ્ય કસવાલા.
એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક મેળવી.