ક્રોપ લાઈફ સાયન્સનો આઈપીઓ 18મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલશે
કૃષિ રસાયણોની અગ્રણી ઉત્પાદક ક્રોપ લાઇફ સાયન્સ લિમિટેડે 18મી ઓગસ્ટ, 2023ના રોજ ઈનિશિયલ પબ્લિક ઑફર (આઇપીઓ) સાથે જાહેરમાં જવાની પોતાની યોજનાની જાહેરાત કરી છે. કંપની આ આઇપીઓદ્વારા ₹26.73 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે.
કૃષિ રસાયણોની અગ્રણી ઉત્પાદક ક્રોપ લાઇફ સાયન્સ લિમિટેડે 18મી ઓગસ્ટ, 2023ના રોજ ઈનિશિયલ પબ્લિક ઑફર (આઇપીઓ) સાથે જાહેરમાં જવાની પોતાની યોજનાની જાહેરાત કરી છે. કંપની આ આઇપીઓદ્વારા ₹26.73 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ (NSE EMERGE) પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે.
ફ્રેશ ઇશ્યુ સાઇઝ રૂ. 52/- દરેકના ભાવે રૂ. 10/-ની ફેસ વેલ્યુના 51,40,000 ઇક્વિટી શેર છે.
• નૉન-ઈન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (એનઆઇઆઇ) - 24,40,000 ઇક્વિટી શેર્સ
• રીટેલ ઇન્ડિવિડ્યૂઅલ ઇન્વેસ્ટર્સ (આરઆઇઆઇ) - 24,40,000 ઇક્વિટી શેર્સ
• માર્કેટ મેકર - 2,60,000 ઇક્વિટી શેર્સ
આઇપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ ₹70 લાખની અસુરક્ષિત લોનની ચુકવણી તેમજ ₹19 કરોડની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને ₹6.50 કરોડના સામાન્ય કોર્પોરેટ હેતુને પહોંચી વળવા માટે કરવામાં આવશે. ઇશ્યૂ 22મી ઓગસ્ટ, 2023ના રોજ બંધ થશે.
ઇશ્યૂના લીડ મેનેજર ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ છે અને ઇશ્યૂના રજિસ્ટ્રાર પૂર્વ શેરજિસ્ટ્રી (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ છે.
ક્રોપ લાઈફ સાયન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેશ લુનાગરિયાએ જણાવ્યું, '' આઇપીઓ દ્વારા ભંડોળ ઊભું કરવાથી અમને અમારી અસુરક્ષિત લોન પરત ચૂકવવામાં અને અમારી લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતને ભંડોળ પૂરૂં પાડવામાં મદદ મળશે. આ ભંડોળ સાથે, અમે નવીનતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીશું અને અમારા ઉત્પાદન પોર્ટફોલિયો તેમજ આંતરરાષ્ટ્રીય હાજરીને વિસ્તૃત કરી શકીશું. અમારો ઉદ્દેશ્ય અમારા સ્થાનિક અને વિદેશી ગ્રાહકોને કૃષિ રસાયણોની ઉચ્ચ ગુણવત્તાની ફોર્મ્યુલેશન પ્રદાન કરવાનો છે. વધુમાં, એનએસઇ ઇમર્જ ખાતેનું લિસ્ટિંગ અમને અમારી બજારની દૃશ્યતા વધારવામાં અને વધુ રોકાણકારોને આકર્ષવામાં પણ મદદ કરશે.”
રશિયા પાસેથી અશ્મિભૂત ઇંધણની આયાતમાં ચીન 235 અબજ યુરો (તેલ માટે 170 અબજ યુરો, કોલસા માટે 34.3 અબજ યુરો અને ગેસ માટે 30.5 અબજ યુરો) સાથે આગળ રહ્યું. CREA અનુસાર, ભારતે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, 2 માર્ચ, 2025 થી ત્રણ વર્ષમાં રશિયા પાસેથી કુલ 205.84 બિલિયન યુરોના અશ્મિભૂત ઇંધણ ખરીદ્યા છે.
બુધવારે પણ બજાર લીલા નિશાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું અને મોટા વધારા સાથે બંધ થયું. સતત 10 દિવસ સુધી ઘટાડા સાથે બંધ રહ્યા પછી, બુધવારે બજારે વધારા સાથે કારોબાર પૂર્ણ કર્યો. જે પછી આજે ફરી એકવાર બજારમાં તેજી જોવા મળી અને તે સારા વધારા સાથે બંધ થયું.
બીએસઈ સેન્સેક્સ ૭૪૦.૩૦ પોઈન્ટ ઉછળીને ૭૩,૭૩૦.૨૩ પર બંધ થયો. તેવી જ રીતે, NSE નિફ્ટીમાં પણ 254.65 પોઈન્ટનો વધારો જોવા મળ્યો.