વિરમગામ તાલુકાના વિવિધ ગામોમાં ફિલ્ડ સર્વેલન્સ કામગીરીનું ક્રોસ વેરિફિકેશન
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા વિરમગામ,ધાકડી, ભોજવા ગામની મુલાકાત લઈને ફિલ્ડ સર્વેલન્સ કામગીરીનું ક્રોસ વેરીફિકેશન કરાયું.
વિરમગામ : અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વિરમગામ, ધાકડી, ભોજવા ગામની મુલાકાત લઈને ફિલ્ડ સર્વેલન્સ કામગીરીનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રુપ મીટીંગ કરીને લોકોને મેલેરિયા સહિતના વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે સમજ આપવામાં આવી હતી.
અર્બન હેલ્થ સેન્ટર અને મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને લેબોરેટરીમાં કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વિરમગામ અલીગઢ વિસ્તારમાં આવેલ પોરા ભક્ષક માછલી ઉછેર કેન્દ્ર વાવની મુલાકાત લેવામાં આવી હતી.
જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. ઉલટી ઉપકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિ:શુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.
ખ્યાતી હોસ્પિટલ, અમદાવાદ દ્વારા બોરીસણા, કડીનીમાં આયોજિત નિ:શુલ્ક આરોગ્ય શિબિર પછી, હૃદયની સર્જરી બાદ બે લાભાર્થીઓનું દુઃખદ અવસાન થયું.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે