રાજપીપળા સોનીવાડમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે ઈકો ફ્રેન્ડલી ગણપતિ જોવા ભક્તોની ભીડ
રાજપીપળા સોનીવાડ શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા સતત ૩૨ વર્ષથી ગણપતિ સ્થાપના,આ ૩3મું વર્ષ, - આ મંડળ છેલ્લા દસ વર્ષથી માટીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરે છે અને અન્ય લોકોને પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા લાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપે છે.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર માં ગણેશ ચતુર્થીનો પર્વ ખૂબજ ભક્તિભાવ પૂર્વક મનાવવા માં આવે છે જેમાં કેટલાક યુવક મંડળો દ્વારા અવનવા સ્વરૂપે ગણેશજીની પ્રતિમા બનાવતા મોટી સંખ્યા માં ભક્તો દર્શનાર્થે આવે છે.
રાજપીપળા સોનીવાડ વિસ્તારમાં શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા સતત ૩૨ વર્ષથી ગણપતિ દાદાની પ્રતિમા ની સ્થાપના થતી આવી છે આ ૩૩ મું વર્ષ છે ત્યારે આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજના સ્વરૂપે ગણેશજી ને બિરાજમાન કરવામાં આવ્યા છે જેને જોવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે દસ દિવસ આતિથ્ય માણવા આવેલા દુંદાળા દેવ ની દરરોજ પૂંજા આરતી બાદ સોનીવાડ વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા ગરબા, વેશભૂષા,અંતાક્ષરી સહિત અનેક પ્રકાર નાં કાર્યક્રમ થાય છે જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે જોકે આ મંડળ નાં યુવકોનું કહેવું છે કે રાજપીપળા નાં કેટલાક સ્થાનિક કલાકારો એ અહીંયાથી પોતાની સંગીત સહિતની કલા ની શરૂઆત કરી હતી અને હાલમાં આ કલાકારો ઘણા ઉપર લેવલે પહોંચ્યા છે અને બોમ્બે જેવા મોટા સીટી માં પોતાનો ડંકો વગાડી રહ્યા છે.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.