ચક્રવાત બીપરજોય સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે, પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ કરશે, તોફાનની ઝડપ 150 KM સુધી રહેશે
હવામાન વિભાગ ચક્રવાત બીપરજોયને લઈને સતત અપડેટ આપી રહ્યું છે. IMDના નવીનતમ અપડેટ્સ અનુસાર, ચક્રવાત 15મીએ બપોરે કચ્છના માંડવીથી કરાચી વચ્ચેની ભારત-પાકિસ્તાન સરહદ પર ત્રાટકશે. ચાલો જાણીએ કે હવામાન વિભાગ દ્વારા અન્ય શું માહિતી આપવામાં આવી.
હવામાન વિભાગ ચક્રવાત બીપરજોયને લઈને સતત અપડેટ આપી રહ્યું છે. IMDના નવીનતમ અપડેટ્સ અનુસાર, ચક્રવાત 15મીએ બપોરે કચ્છના માંડવીથી કરાચી વચ્ચેની ભારત-પાકિસ્તાન સરહદ પર ત્રાટકશે. ચાલો જાણીએ કે હવામાન વિભાગ દ્વારા અન્ય શું માહિતી આપવામાં આવી.
ચક્રવાત બિપરજોય જેટલું ગતિએ આગળ વધી રહ્યું છે તેમ તેનું સ્વરૂપ ભયાનક વિકરાળ ધારણ કરી રહ્યું છે. બિપરજોય ચક્રવાતની ભયાનક અસરો મુંબઈ અને કેરળના દરિયામાં દેખાઈ રહી છે. મુંબઈ અને કેરળમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ચક્રવાતને અસરોને જોતા કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ચેતવણી જાહેર કરી દીધી છે.
150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગે આપેલ માહિતી અનુસાર ચક્રવાત બિપરજોય 14મી તારીખની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે તેવી સંભાવના છે. તે પછી તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરશે તેમજ 15મી જૂનની બપોર સુધીમાં માંડવી અને કરાચી વચ્ચે જખૌ બંદર નજીક પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરશે. આ દરમિયાન પવનની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
NDRFની 7 ટીમો તૈનાત
કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાતા ચક્રવાત બિપરજોયને લઈને NDRFની 7 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. એસડીએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. હવામાન વિભાગે આપેલ માહિતી અનુસાર, પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી આ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લા છે.
દરિયાની આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં તેમજ દરિયા કિનારે રહેતા લોકોનું આજથી તાત્કાલિક સ્થળાંતર શરૂ કરવામાં આવશે. સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાંથી 10000થી વધુ લોકોને શિફ્ટ કરવામાં આવશે. ગુજરાત સરકારના અલગ-અલગ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."