ડીબીએસ બેંક ઈન્ડિયા અને ઈન્ડિયાફાઈલિંગે ભારતમાં સ્ટાર્ટઅપ્સ અને એસએમઈને સશક્ત બનાવવા હાથ મિલાવ્યા
આ પ્લેટફોર્મથી ભારતમાં વાર્ષિક આશરે 16000 થી 25000 નવા એસએમઈ અને સ્ટાર્ટઅપ્સને લાભ થવાની ધારણા છે
મુંબઈ : ડીબીએસ બેંક ઈન્ડિયાએ ભારતમાં સ્ટાર્ટ-અપ્સ અને નાના વ્યવસાયો માટેના અગ્રણી પ્લેટફોર્મ ઈન્ડિયાફાઈલિંગ્સ સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી બેંકને કો-બ્રાન્ડેડ પોર્ટલ દ્વારા નવી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને એન્ડ-ટુ-એન્ડ નાણાંકીય સેવાઓ સહાય પૂરી પાડવા સક્ષમ બનાવશે. ભાગીદારી મૂલ્ય પ્રદાન કરવાના માર્ગો શોધવાની સાથેસાથે સ્ટાર્ટઅપ્સને નફાકારક રીતે સેવા આપવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
ભારતમાં નવા વેપારી એકમો જે સમાન પડકારોનો સામનો કરી રહ્યા છે તેમાં કંપની સ્થાપવા અંગે, જીએસટી રજિસ્ટ્રેશન, નાણાંકીય સંચાલન તથા કામગીરી સંબંધિત માળખાકીય સુવિધાઓ
ઊભી કરવી, બ્રાન્ડ વેલ્યુ પ્રપોઝિશન બનાવવું તથા રોકાણકારો તેમજ ટેક પાર્ટનર્સને સમાવતી ઈકોસિસ્ટમ્સ એક્સેસ કરવા અંગે વધુ જાગૃતતાની જરૂરિયાતનો સમાવેશ થાય છે. કો-બ્રાન્ડેડ
પોર્ટલ દ્વારા ડીબીએસ બેંક ઈન્ડિયા અને ઈન્ડિયાફિલિંગ્સ સ્ટાર્ટઅપ્સને તેમની સ્થાપના અંગેના ખર્ચ પર રૂ. 8,000 સુધીના 100% સુધીના કેશબેક સાથે કંપની ઊભી કરવા અંગેની પ્રોસેસ
નિઃશુલ્ક પ્રદાન કરશે. આ ઉપરાંત, કો-બ્રાન્ડેડ પોર્ટલ નવા એકમને ડીબીએસ બિઝનેસ એકાઉન્ટ આપશે જે કંપની અને તેના કર્મચારીઓ માટે એન્ડ-ટુ-એન્ડ ફાયનાન્શિયલ સર્વિસીઝ સપોર્ટ ઓફર કરે છે. આમાં બિઝનેસ ફાઇનાન્સ અને કર્મચારીઓના ખર્ચનું સંચાલન કરવામાં મદદ કરવા માટેના વ્યાપક ઉકેલોનો સમાવેશ થાય છે. કો-બ્રાન્ડેડ પોર્ટલ હવે લાઇવ છે અને ભારતમાં વાર્ષિક ~16,000 થી 25,000 જેટલા નવા એસએમઈ અને સ્ટાર્ટઅપ વ્યવસાયોને તેનો લાભ મળશે તેવી અપેક્ષા છે.
ડીબીએસ બેંક ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને હેડ-બિઝનેસ બેંકિંગ શ્રી સુદર્શન ચારીએ જણાવ્યું હતું કે, ભારતની વધતી જતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આગામી ત્રણથી પાંચ વર્ષમાં દેશના જીડીપીમાં 4-5% યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષેત્રે તાજેતરમાં દ્વિતીય અને તૃતીય કક્ષાના બજારો તરફથી વધતી ભાગીદારી પણ જોવામાં આવી છે. અમારી નાણાંકીય કુશળતા અને ઇન્ડિયાફાઈલિંગ્સની મૂલ્યવર્ધિત સેવાઓને ભેગી કરીને અમે સ્ટાર્ટઅપ્સને આજના જટિલ અને સ્પર્ધાત્મક બિઝનેસ ક્ષેત્રમાં આગળ વધવા માટે જરૂરી સમર્થન અને માર્ગદર્શન આપવાનું લક્ષ્યાંક રાખીએ છીએ. આ ભાગીદારી ભારતમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા તથા વ્યવસાયના માલિકો માટે બનાવવામાં આવલા સરળ, ઝંઝટમુક્ત બેંકિંગ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે અમારી અવિરત પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે.
આ પોર્ટલ કંપની કેપ ટેબલ મેનેજમેન્ટ, એમ્પ્લોયી વેલ્ફેર સોલ્યુશન્સ, એચઆર પેરોલ સિસ્ટમ જેવા અન્ય નોન-બેંકિંગ સોલ્યુશન્સ પણ ઓફર કરશે. આ વધારાની સર્વિસીઝ સ્ટાર્ટઅપ્સને તેમની કામગીરીને સુવ્યવસ્થિત કરવામાં, તેમની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને તેમની ઉત્પાદકતા વધારવા ઉપરાંત તેમના મુખ્ય વ્યવસાયિક ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય અને સાધનોને યોગ્ય રીતે ફાળવવા માટે મદદ કરશે.
ઈન્ડિયાફાઈલિંગ્સના સ્થાપક અને સીઈઓ લિયોનેલ ચાર્લ્સે જણાવ્યું હતું કે, “ઈન્ડિયાફાઈલિંગ્સમાં અમારું મિશન હંમેશા ઉદ્યોગસાહસિકો માટે વ્યવસાય શરૂ કરવા અને તેનું સંચાલન કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનું રહ્યું છે. સ્ટાર્ટઅપ્સને વિવિધ નાણાંકીય સેવાઓ પૂરી પાડવા માટે અમે ડીબીએસ બેંક ઈન્ડિયા સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ, જે તેમને શરૂઆતના અવરોધોને દૂર કરવામાં અને તેમના વ્યવસાયોને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદ કરશે. ડીબીએસ બેંક ઈન્ડિયાની નિપુણતા અને ઝંઝટમુક્ત ઉકેલો સાથે, અમને વિશ્વાસ છે કે અમે નવાસવા ઊભા થયેલા વ્યવયાસિક એકમોને તેમની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવામાં અને ભારતની વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં યોગદાન આપવામાં મદદ કરી શકીએ એ.” ડીબીએસ બેંક ઈન્ડિયા ગ્રાહક, એસએમઈ અને કોર્પોરેટ બેંકિંગ સેવાઓની સંપૂર્ણ રેન્જ પૂરી પાડે છે. નવી ભાગીદારી પરંપરાગત બેંકિંગથી આગળ વધીને બેંકની ઓફરિંગનું વિસ્તરણ કરશે અને એસએમઈ તથા એમએસએમઈની લોનની જરૂરિયાતોને જ નહીં પણ પેરોલ, કેશ મેનેજમેન્ટ, ઈન્શ્યોરન્સ અને થર્ડ-પાર્ટી પ્રોડક્ટ્સ જેવી સર્વિસીઝ માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.
ભારતના ઊભરતા સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવાના તેના વિઝનને અનુરૂપ, ડીબીએસ બેંક ઇન્ડિયાએ ડીબીએસ બિઝનેસ ક્લાસ ફાઉન્ડઈડી લોન્ચ કરવા માટે ગયા વર્ષે સ્ટાર્ટઅપ વેન્ચર કેપિટલ ફંડ એન્થિલ વેન્ચર્સ અને ઇવેન્જલિસ્ટ નેટવર્ક હેડસ્ટાર્ટ નેટવર્ક ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા હતા. બેંકે વધુ ટકાઉ વ્યવસાયો બનવા માંગતા એસએમઈને મદદ કરવા માટે નવો ગ્રાન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.