ડીસીબી બેંક નવા ઇન્કમ ટેક્સ કલેક્શન પોર્ટલ (TIN 2.0) ઉપર લાઇવ થયું
કરદાતાઓ ટેક્સ ચૂકવણી અને ટેક્સ રિટર્નના ઇ-ફાઇલિંગ માટે હવે સિંગલ પ્લેટફોર્મ મેળવશે
નવી પેઢીની ખાનગી ક્ષેત્રની બેંક ડીસીબી બેંકે આજે જાહેર કર્યું છે કે તેણે ભારત સરકારના ઇન્કમ ટેક્સ પોર્ટલ
(TIN 2.0) સાથે સંકલિત નવી ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સિસ્ટમને સફળતાપૂર્વક લાગુ કરી છે. આ એકીકરણ કરદાતાઓને વેરા કર ચૂકવણી અને ટેક્સ રિટર્નના ઇ-ફાઇલિંગ બન્ને માટે અનુકૂળ સિંગલ પ્લેટફોર્મ પ્રદાન કરશે.
ડીસીબી બેંકના ગ્રાહકો ત્રણ પ્રાથમિક ચેનલ્સ – પર્સનલ અને બિઝનેસ ઇન્ટરનેટ બેંકિંગ અથવા ડીસીબી બેંક બ્રાન્ચની મુલાકાત લઇને તથા રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ જેવાં ચૂકવણીના વિકલ્પો દ્વારા ડાયરેક્ટ ટેક્સ ચૂકવણી સરળતાથી કરી શકે છે.
ગ્રાહકો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઇ-ફાઇલિંગ પોર્ટલ ઉપર એકાઉન્ટ બનાવીને ટેક્સ કલેક્શન પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે, જેનાથી તેઓ કોઇપણ સમયે, કોઇપણ સ્થળે માત્ર થોડી ક્લિક ઉપર તેમના ટેક્સની ચૂકવણી માટે વિગતો PAN/TAN સાથે ચલાન રેફરન્સ નંબર મેળવવા સક્ષમ બનશે. ત્યારબાદ અધિકૃત ચેનલનો ઉપયોગ ચલાન રેફરન્સ નંબરનો ઉપયોગ કરીને ચૂકવણી માટે કરી શકાશે.
ડીસીબી બેંકના રિટેઇલ બેંકિંગના વડા પ્રવિણ કુટ્ટીએ કહ્યું હતું કે, “ડીસીબી બેંક કરદાતાઓને ઝડપી, સુરક્ષિત અને કાર્યક્ષમ ડાયરેક્ટ ટેક્સ પેમેન્ટ સુવિધા પૂરી પાડે છે. આ ઓનલાઇન સુવિધા અનુકૂળ છે અને કરદાતાઓને તેમના ઘરે અથવા ઓફિસમાંથી પેમેન્ટ કરવા સક્ષમ કરે છે, જેના પરિણામે સમય અને ખર્ચ બંન્નેમાં બચત થાય છે. આ પ્રક્રિયામાં પેમેન્ટની તાત્કાલિક સ્વિકૃતિનો લાભ અને ચલાણ રિસિપ્ટ ઇશ્યૂ થવા જેવાં લાભો મળે છે અને તેમાં કોઇપણ ચાર્જ સામેલ નથી. અમે આ પ્રયાસમાં સહયોગ કરવા બદલ ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)નો આભાર વ્યક્ત કરીએ છીએ.”
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.