ડીઇઇ ડેવલપમેન્ટ એન્જિનિયર્સ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું
એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ દ્વારા તેલ અને ગેસ, પાવર (ન્યૂક્લિયર સહિત), કેમિકલ્સ અને અન્ય પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઉદ્યોગો માટે સ્પેશયલાઈઝ્ડ પ્રોસેસ પાઈપિંગ સોલ્યુશન્સ પ્રદાન કરતી એન્જિનિયરિંગ કંપની ડીઇઇ ડેવલપમેન્ટ એન્જિનિયર્સ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.
પની આઈપીઓ દ્વારા ઇક્વિટી શેરની ઓફર (દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં રૂ. 325 કરોડ સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 79,00,000 ઈક્વિટી શેર સુધીના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડી જરૂરિયાતોને પૂરી કરવા, કંપની અને તેની પેટા કંપનીઓ ડીઇઇ પાઇપિંગ સિસ્ટમ્સ (થાઇલેન્ડ) કંપની લિમિટેડ અને ડીઇઇ ફેબ્રિકોમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લેવાયેલા કેટલાક ઉધારની સંપૂર્ણપણે કે આંશિકપણે પૂર્વચૂકવણી કે પુનઃચૂકવણી કરવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે.
ડીઇઇ ડેવલપમેન્ટ એન્જિનિયર્સ લિમિટેડ વિવિધ ઔદ્યોગિક વિભાગોમાંથી ઉદ્દભવતી જટિલ પ્રોસેસ પાઇપિંગ જરૂરિયાતો સંતોષવાની ટેકનિકલ ક્ષમતાના સંદર્ભમાં હાલમાં વિશ્વના અગ્રણી પ્રોસેસ પાઇપ સોલ્યુશન પ્રોવાઈડર્સ પૈકીની એક છે (સ્રોત: ડીએન્ડબી રિપોર્ટ). હાલમાં કંપની ભારતમાં પ્રોસેસ પાઈપિંગ સોલ્યુશન્સમાં સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ સૌથી મોટી કંપની છે. (સ્રોત: ડીએન્ડબી રિપોર્ટ).
વેચાણ માટેની ઓફરમાં કૃષ્ણ લલિત બંસલ (વેચાણકર્તા શેરધારક) દ્વારા 79,00,000 સુધીના ઇક્વિટી શેર સુધીનો સમાવેશ થાય છે. ("વેચાણ માટે ઓફર").
ઇક્વિટી શેર કે જે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે તે બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
HDFC બેંક મુદતના આધારે 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પર સામાન્ય લોકોને 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.9 ટકા સુધી વ્યાજ ચૂકવશે. ચાલો તમને એ પણ જણાવીએ કે HDFC બેંકે કયા પ્રકારની જાહેરાત કરી છે.
ONGC Recruitment 2025: ONGC માં જીઓફિઝિસ્ટ અને AEE ની ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જેના માટે ઉમેદવારો ONGC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર્સ તથા કેબલ ઉત્પાદક આરઆર કાબેલ અમદાવાદમાં તેની કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ 2024ના વિજેતાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.