ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું
ભારતીય સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ માર્કેટમાં અગ્રણી સ્થાન ધરાવતી અને ક્રિએટિવ પ્રોડક્ટ્સ બનાવતી DOMS ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બજારના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે.
ભારતીય સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ માર્કેટમાં અગ્રણી સ્થાન ધરાવતી અને ક્રિએટિવ પ્રોડક્ટ્સ બનાવતી DOMS ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બજારના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે. કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફર 12,000 મિલિયન રૂપિયાની હશે જેમાં 3,500 મિલિયન રૂપિયા સુધીના કુલ ફ્રેશ ઈશ્યુ અને ₹8,500 મિલિયનની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. ઓફર ફોર સેલમાં કોર્પોરેટ પ્રમોટર F.I.L.A.- ફેબ્રિકા ઈટાલિયાના લેપિસ એડ એફિની S.p.A. દ્વારા ₹8,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર, સંજય મનસુખલાલ રાજાણી દ્વારા ₹250 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ અને કેતન મનસુખલાલ રાજાણી દ્વારા ₹250 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરવામાં આવેલા ફંડનો ઉપયોગ રાઈટિંગ સાધનો, વોટર કલર પેન, માર્કર્સ અને હાઇલાઇટરની વિશાળ શ્રેણી માટે કંપનીની ઉત્પાદન ક્ષમતાને વધારવા નવી પ્રોડક્શન સુવિધા સ્થાપવાના ખર્ચના ભાગરૂપે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. કંપની મુખ્યત્વે તેની ફ્લેગશિપ બ્રાન્ડ DOMSઅને પેટા બ્રાન્ડ્સ C3, Amariz અને Fixy Fix હેઠળ તેમજ સ્થાનિક બજારમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે 40થી વધુ દેશોમાં સારી રીતે ડિઝાઇન કરાયેલા, ક્વોલિટી સ્ટેશનરી અને આર્ટ ઉત્પાદનોની વિશાળ રેન્જ ડિઝાઇન કરે છે, વિકસાવે છે, ઉત્પાદન કરે છે અને વેચે છે, જેમાં યુએસ, આફ્રિકા, એશિયા પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વના દેશો સામેલ છે. તેની ઉત્પાદન કેટેગરીમાં જેમાં 3,770 થી વધુ SKUનો સમાવેશ થાય છે, તેને સાત શ્રેણીઓમાં ક્લાસિફાઈ કરવામાં આવી છે જેમાં સ્કોલેસ્ટિક સ્ટેશનરી, સ્કોલેસ્ટિક આર્ટ મટિરિયલ, પેપર સ્ટેશનરી, કિટ્સ અને કોમ્બોઝ, ઓફિસ સપ્લાય, હોબી અને ક્રાફ્ટ અને ફાઇન
આર્ટ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
FY23ના આંકડા મુજબ કંપનીના મુખ્ય ઉત્પાદનો જેમ કે પેન્સિલો અને મેથમેટિકલ ઈન્સ્ટ્રુમેન્ટ બોક્સ વેલ્યૂની દૃષ્ટિએ અનુક્રમે 29% અને 30% બજારહિસ્સો ધરાવે છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં પ્રોડક્ટ ઑફરિંગમાં નોંધપાત્ર વિકાસ થયો છે, ત્યારે કંપનીની સૌથી મોટી પ્રોડક્ટ પેન્સિલએ નાણાકીય વર્ષ 2023માં કુલ ઉત્પાદનના વેચાણમાં 3,899.88 મિલિયન રૂપિયા એટલે કે 31.66% યોગદાન આપ્યું છે. કંપની અલગ અલગ પ્રોડક્ટ કેટેગરી અને પ્રાઈસ પોઈન્ટ્સમાં વ્યાપક અને ભિન્ન હાજરી ધરાવે છે. જેણે DOMSને નાણાકીય વર્ષ 2020થી નાણાકીય વર્ષ 2022ના સમયગાળા દરમિયાન આવકની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઝડપથી વિકસતી સ્ટેશનરી અને આર્ટ મટિરિયલ પ્રોડક્ટ્સ કંપની બનાવી છે.
કંપનીની 11 ઉત્પાદન સુવિધાઓ ગુજરાતમાં ઉંબરગાંવ અને જમ્મુ અને કાશ્મીરમાં બડી બ્રહ્મા સ્થિત છે. કંપની સમગ્ર ભારતમાં મજબૂત હાજરી સાથે વિશાળ મલ્ટી-ચેનલ વિતરણ નેટવર્ક ધરાવે છે. જનરલ ટ્રેડ માટેના સ્થાનિક વિતરણ નેટવર્કમાં 100થી વધુ સુપર-સ્ટોકિસ્ટ અને 3,750 વિતરકો તથા 3,500 શહેરો અને ટાઉનમાં 115,000થી વધુ રિટેલ ટચ પોઈન્ટ્સને આવરી લેતી 450 લોકોની ખાસ સેલ્સ ટીમનો સમાવેશ થાય છે. તેઓ મોડર્ન ટ્રેડ અને ઈ-કોમર્સ દ્વારા પણ ગ્રાહકોને પૂરી પાડે છે.
શિક્ષણ એ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મહત્ત્વનું પરિબળ રહ્યું છે. તેના માટે ભારત સરકાર આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ઘણા કાર્યક્રમો ચલાવી રહી છે. 2030 સુધીમાં ભારત 313 અબજ ડોલરનું એજ્યુકેશન માર્કેટ બની જવાની ધારણા છે. ભારતમાં શિક્ષણની વધતી માંગ સાથે દેશમાં આટલા વર્ષોમાં શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે, જે સ્ટેશનરી ઉત્પાદનોની માંગને આગળ વધારશે. સ્ટેશનરી અને આર્ટ મટિરિયલ્સ માર્કેટે આટલા વર્ષોથી સતત વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2023માં વેલ્યૂ પ્રમાણે
તેનું અંદાજિત કદ રૂ. 38,500 કરોડ છે અને નાણાકીય વર્ષ 2023-28ના સમયગાળા દરમિયાન તે લગભગ ~13%ના CAGRથી વૃદ્ધિ પામીને નાણાકીય વર્ષ 2028 સુધીમાં તે રૂ. 71,600 કરોડના બજાર મૂલ્ય સુધી પહોંચવાની અપેક્ષા છે.
વધેલા સાક્ષરતા દર અને શિક્ષણના સ્તરને કારણે વિશ્વભરમાં સ્ટેશનરી ઉત્પાદનોની માંગ ઝડપથી વધી રહી છે. ભારત સ્પર્ધાત્મક ભાવે સ્ટેશન રી ઉત્પાદનોની વિવિધ રેન્જનું ઉત્પાદન કરીને આ માંગનો લાભ ઉઠાવી શકે છે. ભારતમાં કાગળ, રબર, પ્લાસ્ટિક અને લાકડું જેવો કાચો માલ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધતા છે અને ઓછા લેબર કોસ્ટના કારણે કોસ્ટ-ઈફેક્ટિવ ઉત્પાદનમાં સ્પર્ધાત્મક લાભ પણ મળે છે. તેના કારણે સ્ટેશનરી ઉત્પાદનોના ઉત્પાદન ખર્ચને ઘટાડવામાં મદદ મળે છે. આમ તે આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે વધુ આકર્ષક બને છે. આ ઉપરાંત, ભારત સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લીધાં છે, જેમાં દેશની નિકાસ ક્ષમતાને વેગ આપવા મેક ઇન ઇન્ડિયા, PLI સ્કીમ જેવી વિવિધ યોજનાઓ અને પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. ભારત તાજેતરના દાયકાઓમાં મુખ્ય નિકાસ કરનારા દેશો પૈકી એક બની ગયું છે, જેણે ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે. ભારતમાં સ્ટેશનરી અને આર્ટ મટિરિયલ્સનો ઉદ્યોગ ઘણો વિકસ્યો છે અને ભારતને સ્ટેશનરી ઉત્પાદનો માટે નિકાસ હબ બનવાની ઘણી તકો રહેલી છે.
DOMS ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા અને તેને પોસાય તેવા ભાવે ઓફર કરવા પર ફોકસ ધરાવે છે, ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખે છે. તેથી તેઓ પોતાની ઓફરિંગને સ્પર્ધકોથી અલગ કરી શકે છે અને ભારત અને વૈશ્વિક સ્તરે ઉદ્યોગની વૃદ્ધિની તકોનો લાભ લેતી વખતે તેમને વ્યૂહાત્મક ફાયદો આપે છે. આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે JM ફાઇનાન્શિયલ લિમિટેડ, BNP પારિબા, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને IIFL સિક્યોરિટીઝ લિમિટેડ છે. કંપની દ્વારા મેરેથોન કેપિટલ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ અને ITI કેપિટલ લિમિટેડને કોર્પોરેટ સલાહકારો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આજની તારીખે, 7 જાન્યુઆરી, 2025 સુધી, ભારતના તમામ મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે.
BSE સેન્સેક્સ આજે 1258.12 પોઈન્ટ ઘટીને 77,964.99 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 388.70 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,616.05 પર બંધ રહ્યો હતો.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડ નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ પૈકીની એક છે, તેણે તેના પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ માટે પ્રત્યેક ₹10/-ના અંકિત મૂલ્ય વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹133/-થી ₹140/- નિર્ધારિત કરી છે.