ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 790ના અપર પ્રાઇસ બેન્ડ પર 55 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 538 કરોડ એકત્ર કર્યા
ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 55 એન્કર ઇન્વેસ્ટર્સને 68,06,961 ઇક્વિટી શેર ફાળવ્યા છે અને શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 790ના અપર પ્રાઇઝ બેન્ડ (ઇક્વિટી શેર દીઠ રૂ. 750ના પ્રિમિયમ સહિત) પર કંપનીના સૂચિત આઈપીઓ પહેલા રૂ. 538 કરોડ એકત્રિત કર્યા છે.
ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 55 એન્કર ઇન્વેસ્ટર્સને 68,06,961 ઇક્વિટી શેર ફાળવ્યા છે અને શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 790ના અપર પ્રાઇઝ બેન્ડ (ઇક્વિટી શેર દીઠ રૂ. 750ના પ્રિમિયમ સહિત) પર કંપનીના સૂચિત આઈપીઓ પહેલા રૂ. 538 કરોડ એકત્રિત કર્યા છે.
એન્કર બુકમાં ગોલ્ડમેન સાક્સ ફંડ, ફિડેલિટી ફંડ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મોતીલાલ ઓસ્વાલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ, તાતા એઆઇએ લાઇફ ઇન્શ્યોરન્સ, મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ, એચડીએફસી લાઇફ, આદિત્ય બિરલા સન લાઈફ, એસબીઆઈ ફંડ, એક્સિસ ફંડ, નિપ્પોન લાઈફ ઈન્ડિયા, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ વગેરે સહિત વિવિધ પ્રકારના અગ્રણી રોકાણકારોની ભાગીદારી જોવા મળી હતી.
એન્કર ઇન્વેસ્ટર્સને કુલ 68,06,961 ઇક્વિટી શેરની ફાળવણીમાંથી, 25,95,960 ઇક્વિટી શેર્સ (એટલે કે એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 38.14%) 10 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા હતા જેમણે કુલ 27 સ્કીમ દ્વારા અરજી કરી હતી. આ ઓફરમાં F.I.L.A.- Fabbrica Italiana lapis Ed Affini S.P.A. દ્વારા રૂ. 8,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ, સંજય મનસુખલાલ રાજાણી દ્વારા રૂ. 250.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ અને કેતન મનસુખલાલ રાજાણી દ્વારા રૂ. 250.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ સહિત રૂ. 8,500.00 મિલિયનના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર અને રૂ. 3,500.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સની આ સંખ્યાના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.
કંપની ફ્રેશ ઇશ્યૂની આવકનો ઉપયોગ રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોટર કલર પેન, માર્કર્સ અને હાઈલાઈટર્સની વિશાળ રેન્જ માટે કંપનીની ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવા માટે નવા ઉત્પાદન એકમની સ્થાપનાના ખર્ચ માટે ફંડનો કેટલોક ભાગ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બીએનપી પારિબા, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ અને આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.