ડીઆરએમ અમદાવાદે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રામાણિકતાની શપથ અપાવી
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે આજે સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અને સતર્કતા જાગૃકતા સપ્તાહ નિમિત્તે મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે શપથ અપાવી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે આજે સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અને સતર્કતા જાગૃકતા સપ્તાહ નિમિત્તે મંડળ રેલ પ્રબંધક અમદાવાદ શ્રી સુધીરકુમાર શર્માએ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે શપથ અપાવી.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ મંડળ કાર્યાલય પરિસરમાં પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર ને દૂર કરવાના શપથ લેવડાવતા, દરેક ને ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે તેમના દૈનિક કાર્યમાં ઈમાનદારી ના મૂલ્યોને સામેલ કરવા આહ્વાન કર્યું હતું. રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને "રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા" જાળવવા અને પરસ્પર ભાઈચારા ની સાથે હળીમળીને રહેવાના તથા પ્રામાણિકતા જાળવી રાખવાના શપથ લેવડાવ્યા હતા.
સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી જીતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આપણા દેશને સંયુક્ત, સુરક્ષિત અને વિકસિત રાખવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં એકતા, રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાના સિદ્ધાંતોનો સમાવેશ કરવો જોઈએ. આપણે ધર્મ, જાતિ અને સંપ્રદાયની વિવિધતા હોવા છતાં બધાની વચ્ચે હંમેશા સામાજિક , સમરસતા અને સાંપ્રદાયિક સદ્ભાવ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રસંગે મંડળ કાર્યાલય ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,