ડાઇકિને આંધપ્રદેશના શ્રી સિટી ખાતે ત્રીજી ઈન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરી તેના કોમર્શિયલાઈઝેશન સાથે સ્ટ્રેટિજિક માઈલસ્ટોન હાંસિલ કર્યો
જાપાનની ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ડાઈકિન એર કંડિશનિંગ પ્રાઈવેટ લિ.એ તેની ગ્રોથની જર્નિને મજબૂત બનાવતા આજે આંધ્ર પ્રદેશના શ્રી સિટી ખાતે તેની સંકલિત એર કંડિશનિંગ અને કોમ્પ્રેસર ઉત્પાદન સુવિધાના કોમર્શિયલાઈઝેશનની જાહેરાત કરી છે.
ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ. જાપાનના પ્રેસિડન્ટ અને સીઈઓ શ્રી મસાનોરી તોગાવા, ડીઆઈએલ-જાપાનના સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી યાસુશી યામાદા, ઈન્વેસ્ટ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રીમતી નિવૃતિ રાય અને IDSAના એમપી-ડિરેક્ટર જનરલ શ્રી સુજન ચિનોય અને જાપાનમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂતે ડાઇકિન ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કંવલજીત જાવાની હાજરીમાં આ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ વ્યૂહાત્મક પગલું અગ્રેસર ટેક્નોલોજી, ટકાઉ પ્રથાઓ અને સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપવાની ડાઇકિનની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
75.5 એકરમાં ફેલાયેલો નવો પ્લાન્ટ ઈનોવેશન અને કુશળતા પ્રત્યે ડાઇકિનની પ્રતિબદ્ધતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે. ભારતમાં ઉત્પાદિત અત્યાધુનિક એર કન્ડીશનીંગ ઉત્પાદનોની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી માંગને પહોંચી વળવા વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યો છે.
ડાઇકિન એ એર-કંડિશનિંગ કેટેગરીમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) પ્રોગ્રામમાં મુખ્ય રોકાણકાર છે, જે સરકાર દ્વારા એર કંડિશનરના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે અમલમાં મૂકવામાં આવ્યું છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.