ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલે પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરી
ડેમલર ટ્રક એજીની સંપૂર્ણ માલિકીની આનુષંગિક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (ડીઆઇસીવી)એ આજે 1 એપ્રિલ, 2025થી લાગુ કરીને તેના ડોમેસ્ટિક સેલ્સ અને કસ્ટમર સર્વિસના પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે શ્રી રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. તેઓ આ ભૂમિકામાં શ્રીરામ વેંકટેશ્વરનનું સ્થાન લેશે.
ચેન્નઈ - ડેમલર ટ્રક એજીની સંપૂર્ણ માલિકીની આનુષંગિક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (ડીઆઇસીવી)એ આજે 1 એપ્રિલ, 2025થી લાગુ કરીને તેના ડોમેસ્ટિક સેલ્સ અને કસ્ટમર સર્વિસના પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે શ્રી રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. તેઓ આ ભૂમિકામાં શ્રીરામ વેંકટેશ્વરનનું સ્થાન લેશે.
ઇન્ડસ્ટ્રીનો 30 વર્ષથી પણ વધારેનો અનુભવ ધરાવતા શ્રી રાજીવ ચતુર્વેદી બિઝનેસની વ્યૂહરચના, માર્કેટમાં વિસ્તરણ, સેલ્સ અને ઓપરેશન્સનો બહોળો અનુભવ ધરાવે છે. આ નવી ભૂમિકામાં તેઓ ડીઆઇસીવીના ઘરેલું બિઝનેસનું નેતૃત્વ કરીને વિકાસ, સંચાલન સંબંધિત શ્રેષ્ઠતા અને માર્કેટમાં બ્રાન્ડની સ્થિતિને મજબૂત બનાવવા પર ધ્યાન આપશે.
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી સત્યકામ આર્યાએ જણાવ્યું હતું કે, ‘અમે ડીઆઇસીવીમાં રાજીવ ચતુર્વેદીના આગમનથી ખૂબ જ ખુશ છીએ. બિઝનેસની વ્યૂહરચના, માર્કેટમાં વિસ્તરણ અને સેલ્સમાં તેમની કુશળતાની સાથે કન્સ્ટ્રક્શન અને હેવી ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેમનો બહોળો અનુભવ તેમને અમારી બ્રાન્ડનું નેતૃત્વ કરવા અને અમારા ઘરેલું બિઝનેસને નવા સ્તરે લઈ જવા માટે બિલકુલ યોગ્ય વ્યક્તિ બનાવે છે.’
આ અગાઉ શ્રી રાજીવ ચતુર્વેદી હ્યુન્ડાઈ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઇન્ડિયા પ્રા. લિ.માં સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ (ઇન્ડિયા અને સાર્ક) તરીકે સેવા આપી ચૂક્યાં છે, જ્યાં તેમણે સ્થિર નફાકારકતા હાંસલ કરવાની સાથે કંપનીના વિકાસ અને વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનાથી પહેલાં તેઓ ટાટા હિટાચી કન્સ્ટ્રક્શન મશીનરીમાં મહત્વના નેતૃત્વના પદો પર હતા.
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર શ્રી રાજીવ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ‘ડીઆઇસીવીનો હિસ્સો બનીને હું ખૂબ જ સન્માનિત થયાંની લાગણી અનુભવી રહ્યો છું અને આગળ રહેલી તકો માટે ખૂબ જ રોમાંચિત છું. મને વિશ્વાસ છે કે, અમે નોંધપાત્ર વિકાસ સાધીશું, ઇન્ડસ્ટ્રીમાં નવા સીમાચિહ્નો સ્થાપીશું અને ભારતમાં કૉમર્શિયલ વ્હિકલના સેગમેન્ટમાં અમારી સ્પર્ધાત્મકતાને વધારે સુદ્રઢ બનાવીશું.’
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.
છેલ્લા 4 દિવસથી શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 6 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો આપણે રોકાણકારોની કમાણી વિશે વાત કરીએ, તો આ 4 કાર્યકારી દિવસોમાં 25 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ છે.
શેર બજાર સમાચાર: આજે સૌથી વધુ વધારો નિફ્ટી પીએસયુ બેંકમાં 2.45 ટકા નોંધાયો હતો. તે જ સમયે, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 1.71 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.