સદ્ ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં પૂર્ણિમાના પવિત્ર દિવસે દર્શન શિબિરનું આયોજન
7 મે, 2023 રવિવારના રોજ સાંજે 7 કલાકે ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી અનોડિયા, માણસા ખાતે પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં નિ:શુલ્ક મહાધ્યાન દર્શન શિબિરનું આયોજન
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ તણાવમાં જીવી રહી છે. આવા તણાવપૂર્ણ, સ્પર્ધાત્મક યુગમાં ધ્યાનનું ઘણું જ મહત્ત્વ છે. સામાન્ય રીતે, સામાન્ય માણસને ધ્યાન કરવું મુશ્કેલ લાગે છે. તે વિચારે છે કે ધ્યાન ઘડપણમાં કરવાની વસ્તુ છે. પરંતુ હિમાલયના મહર્ષિ સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી બાળકોથી લઈને વડીલો સુધી સહુને ધ્યાન કરીને જીવનમાં આત્મશાંતિ પ્રાપ્ત કરવાનો સંદેશ આપી રહ્યા છે.
પૂજ્ય સ્વામીજી દ્વારા સમાજને એવા સરળ ધ્યાન સંસ્કાર ઉપલબ્ધ છે કે કોઈપણ વ્યક્તિ ખૂબ જ સરળ રીતે ધ્યાનના ક્ષેત્રમાં જઈ શકે છે, જે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. આ ધ્યાનયોગનો અભ્યાસ કરીને વ્યક્તિ પોતાના જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, સંવાદિતા અને મોક્ષ પ્રાપ્ત કરવાનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આજે ઘણા વૈજ્ઞાનિક પ્રયોગો પણ ધ્યાન કર્યા પછી વ્યક્તિના શરીરમાં થતા સકારાત્મક પરિવર્તનોને સ્વીકારે છે.
સમગ્ર વિશ્વમાં આ ધ્યાનયોગ નિઃશુલ્ક ઉપલબ્ધ અને પ્રચલિત છે. આ ધ્યાન જાતિ, ધર્મ, ભાષા, દેશ અને રંગથી પર છે. આજે વિશ્વભરમાં લોકો ધ્યાન કરીને જીવનમાં આત્મોન્નતિ અને સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. શિક્ષકો, ડોકટરો, પોલીસ, રાજકારણીઓથી લઈને સમાજના દરેક વર્ગના વ્યક્તિ માટે સહજ આ ધ્યાનયોગ છે. ધ્યાનના અનેકવિધ ફાયદા તો છે જ અને જો આ ધ્યાન સામૂહિકતામાં કરવામાં આવે તો તો સોનામાં સુગંધ ભળ્યા જેવું છે!
સામૂહિક ધ્યાનથી ઘણા લાભ થાય છે. જે લાભ હજાર દિવસ એકલા ધ્યાન કરવાથી મળે છે, એવો જ લાભ હજારોની સામૂહિકતામાં એક દિવસ ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે જ સામૂહિકતામાં ધ્યાન કરવાની તક ગુમાવવી ન જોઈએ. પરમાત્મારૂપી સદ્ગુરુના સાંનિધ્યમાં, પૂર્ણિમાના દિવસે હજારોની સામૂહિકતામાં ધ્યાન કરવાની આવી સુવર્ણ તક જીવનમાં મળવી ખૂબ જ દુર્લભ હોય છે. આવી જ એક સુવર્ણ તક આપણા જીવનમાં આવી રહી છે. 7 મે, 2023 રવિવારના રોજ સાંજે 7 કલાકે ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી અનોડિયા, માણસા ખાતે પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં નિ:શુલ્ક મહાધ્યાન દર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આપના મિત્રો અને સંબંધીઓ સાથે આપને હાર્દિક આમંત્રણ છે. આ કાર્યક્રમમાં ગુરુતત્ત્વ ટીમ દ્વારા આધ્યાત્મિક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મહાધ્યાન દર્શન શિબિરનું જીવંત પ્રસારણ યુટ્યુબ ચેનલ https://www.youtube.com/gurutattva પર પણ
કરવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થા ની વેબસાઈટ www.gurutattva.org પર લાઈવ ચેટ દ્વારા સંપર્ક કરી શકાય છે
"અમદાવાદના અમરાઈવાડીમાં વ્યાજખોરોએ યુવાન મહેન્દ્ર શર્માને પટ્ટાથી મારી દાંત તોડ્યા. વાયરલ વીડિયો બાદ પોલીસે વિકાસ અગ્રવાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને પોલીસ તપાસની સ્થિતિ."
"ખ્યાતી હોસ્પિટલ કૌભાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણીનું મેડિકલ લાઇસન્સ ત્રણ વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. નેશનલ મેડિકલ કાઉન્સિલે સ્ટે હટાવ્યો, જાણો નવીનતમ અપડેટ."
રાજ્ય સરકારના શિક્ષણ સુધારણાના આયામો-શિક્ષકોની સહભાગીતા અને શાળા વ્યવસ્થાપન સમિતિઓની સજાગતાથી શિક્ષણનું સ્તર વધુ ઉન્નત કરીને વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.