નર્મદા જિલ્લામાં તા. ૧૦ મી થી ૨૯ મી જૂન-૨૦૨૪ દરમિયાન લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન યોજાશે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢકની અઘ્યક્ષતામાં નર્મદા LCDC ડીસ્ટ્રીકટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ.
રાજપીપલા: જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ કો-ચેરમેનશ્રી ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટી સહ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની સીધી દેખરેખ હેઠળ નર્મદા જિલ્લામાં લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન કામગીરી અંગે કોન્ફરન્સ હોલ જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢકની અઘ્યક્ષતામાં આયોજનના ભાગરૂપે ડિસ્ટ્રીકટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢકે જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા માટે આંતરિક વિભાગો સાથે સંકલન કરી ઝૂંબેશને સફળતાપૂર્વક પાર કરવા આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ કામ કરીને રક્તપિત મુક્ત જિલ્લો બનાવવા અનુરોધ કર્યો હતો. જ્યારે લેપ્રસી અધિકારી ડૉ. હેતલ ચૌધરી દ્વારા અભિયાન અને રોગ અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાસ્ટ્રીય રકતપિત્ત નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (Leprosy Case Detection Campaign-LCDC) ની કામગીરી નર્મદા જિલ્લામાં તા. ૧૦ જૂન થી ૨૯ જૂન ૨૦૨૪ સુધી, દિન – ૧૪ (મમતા દિવસ અને જાહેર રજા સિવાય) આ કામગીરી હાથ ધરાનાર છે. નવા કેશ શોધનારને યોગ્ય વધારાનું મહેનતાણું આપવામાં આવશે. ક્ષેત્રિય કક્ષાએ હાઉસ ટુ હાઉસ ઝુંબેશ કરવામાં આવશે. જેમા ટીમની રચનામાં એક આશાવર્કર અને
એક પુરૂષ વોલેન્ટીયરની મળી એક ટીમની રચના કરવાની થાય છે. ૧૪ દિવસમાં ૨૦૦ ઘર ( અંદાજીત ૧૦૦૦ ની વસ્તી) આવરી લેવાની થાય છે. એટલે કે, એક દિવસમાં ૨૦ થી ૨૫ ઘર ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ૩૦ થી ૩૫ ઘર આવરી લેવાના થાય છે. તમામ ઘરના સભ્યો તપાસવાના રહેશે, સ્ત્રી/બાળક સભ્યોની તપાસ આશા દ્વારા કરવાની રહેશે.
પુરૂષ સભ્યની તપાસ પુરૂષ વોલેન્ટીયર દ્વારા કરવાની રહેશે. મોજણીની કામગીરી માટે આશા અને પુરૂષ વોલેન્ટીયરને પ્રત્યેકને રૂ.૭૫/- પ્રતિ દિન મહત્તમ ૧૪ દિવસ માટે ચૂકવાના રહેશે. રક્તપિત્તની બિમારીના લક્ષણોમાં આછું ઝાંખુ રતાશ પડતું સંવેદના વગરના ચાઠા શરીરના કોઈપણ થાય છે. હાથ પગમાં બહેરાશ (સંવેદનાનો અભાવ) સહિતના છે. જોકે રક્તપિત્તનું સમયસર નિદાન નહીં થવાથી હાથ પગ, આંખમાં વિકૃત્તિ જેમ કે આંગળીઓ વળી જવી, આંખો પૂરી બંધ થાય નહી સહિતની જોવા મળે છે. તમામ સરકારી દવાખાનામાં રક્તપિત્તની સારવાર વિના મૂલ્યે મળે છે. જેને સમયસર
સારવાર અને નિદાન કરવાથી રોગ સંપુર્ણથી મટી શકે છે અને વિકૃતિ અટકાવી શકાય છે.
આ અભિયાન દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાએ કો-ઓર્ડિનેશન કમીટીની મીટીંગ, તાલીમ, હાઉસ ટુ હાઉસ ઝુંબેશ, મોનીટરીંગ અને પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવનાર છે. જેમાં ૫ તાલુકાના ૫૯૪ ગામોને આવરી લઈને શારીરિક તપાસ માટેની કુલ ૭૦૦ ટીમ બનાવેલ છે. જે તા.૧૦ જૂન થી ૨૯ જુન ૨૦૨૪ દરમિયાન ઘરે ઘરે ફરીને લેપ્રસીના શંકાસ્પદ કેસ શોધવામાં આવશે. તમામ શંકાસ્પદ કેસનું પ્રાથમિક આરોગ્યકેન્દ્રના તબીબી અધિકારી દ્વારા લેપ્રસીનું નિદાન કરીને, નિદાન કરેલ તમામ દર્દીઓને તરત જ લેપ્રસીની સારવાર કરવામાં આવશે. હાલ જિલ્લામાં ૮૦ દર્દીઓ સારવાર પર છે. આ બેઠકમાં નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, જિલ્લા આઇ.ઇ.સી અધિકારીશ્રી (આરોગ્ય) શ્રી હેમાંશુભાઈ, શ્રી જાવેદભાઈ બલોચી અને સભ્યશ્રીઓ તથા સબંધિત અધિકારી અને ડૉક્ટરો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
"નર્મદાના પીપલોદ ગામમાં ભત્રીજા મહેશ વસાવાએ કાકી રમીલાબેનની બિભત્સ માંગણી ન સ્વીકારવા પર ગળું દબાવી હત્યા કરી. આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ વિગતો, પોલીસ તપાસ અને સમાજ પરની અસર વાંચો."
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."