ગુજરાતમાં કાતિલ ઠંડી: આગામી 72 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં વધારો
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી એકાએક ઠંડી વધી ગઈ છે, અને ઠંડા પવનની સાથે હાડ-થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી એકાએક ઠંડી વધી ગઈ છે, અને ઠંડા પવનની સાથે હાડ-થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી થવાની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આવતા 72 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે છે. 22થી 24 ડિસેમ્બર દરમિયાન પણ ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
પટેલે જણાવ્યુ કે, હળવા પશ્ચિમી વિક્ષેપના અસરથી ઉત્તર ગુજરાતના અને પંચમહાલના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી સુધી જવા સંભવિત છે. મધ્ય ગુજરાતમાં તાપમાન લગભગ 15 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ છે. વલસાડ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
22થી 24 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપના અસરથી કાતિલ ઠંડીની વાત કરી, તેમણે જણાવ્યું કે, ડિસેમ્બર અંતે અને જાન્યુઆરીની શરૂઆતમાં વધુ ઠંડી પડી શકે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.