દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ 21 ઓક્ટોબર, 2024ના રોજ ખુલશે
દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ ઈન્ડિયા લિમિટેડ, જે 21 ઓક્ટોબર, 2024ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનું લક્ષ્ય એનએસઇ અને બીએસઇ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થનારા શેર સાથે ₹260.04 કરોડ એકત્ર કરવાનું છે.
મુંબઈ : દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ ઈન્ડિયા લિમિટેડ, જે સમગ્ર ભારતમાં વિવિધ પ્રોજેક્ટ્સ માટે સંકલિત એન્જિનીયરિંગ અને બાંધકામ સેવાઓ પ્રદાન કરે છે, તેણે 21 ઓક્ટોબર, 2024ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનું લક્ષ્ય એનએસઇ અને બીએસઇ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થનારા શેર સાથે ₹260.04 કરોડ એકત્ર કરવાનું છે.
ઈશ્યુની સાઇઝ 12,810,000 ઇક્વિટી શેર સુધીની છે, જેનું અંકિત મૂલ્ય શેર દીઠ ₹10 છે. ઇક્વિટી શેરની ફાળવણી · ક્યૂઆઈબી પોર્શન - 6,405,000 ઇક્વિટી શેરથી વધુ નહીં · નોન- ઈન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ - 1,921,500 ઇક્વિટી શેર કરતા ઓછા નહીં · રિટેલ ઇન્ડિવિડ્યૂઅલ ઇન્વેસ્ટર્સ – 4,483,500 ઇક્વિટી શેર કરતા ઓછા નહીં આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક રીતે પુન:ચુકવણી/પૂર્વચુકવણી અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે કરવામાં આવશે.
એન્કર પોર્શન 18 ઓક્ટોબર, 2024ના રોજ ખુલશે અને ઈશ્યુ 23 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થશે. ઈશ્યુ માટેના બુક રનિંગ લીડ મેનેજર ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે, ઈશ્યુના રજિસ્ટ્રાર કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ છે. દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક કુમાર સિંગલે જણાવ્યું, “અમારા આઈપીઓની જાહેરાત કરવી એ દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ ઈન્ડિયા લિમિટેડ માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં અગ્રણી તરીકેની અમારી સફરમાં એક નવો અધ્યાય ચિહ્નિત કરે છે. આ ઉપલબ્ધિ ઉચ્ચ-ગુણવત્તાવાળા બાંધકામ અને ઈજનેરી ઉકેલો પહોંચાડવામાં શ્રેષ્ઠતા અને નવીનતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ આઈપીઓની આવક અમારી કાર્યકારી મૂડીને વધારવામાં નિમિત્ત બનશે, અમને વ્યૂહાત્મક રીતે અમારા ઉધારનું સંચાલન કરવા અને અમારા વિકાસના ઉદ્દેશ્યો સાથે સંરેખિત ભાવિ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા સક્ષમ બનાવશે. અમે આગળ રહેલી તકોને લઇને ઉત્સાહિત છીએ અને અમારા સમુદાયો અને ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરનાર એક ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સમર્પિત રહીએ છીએ.
આ આઈપીઓ ન માત્ર અમારી કાર્યકારી ક્ષમતાઓને જ મજબૂત બનાવશે, પરંતુ અમારા લાંબા ગાળાના વિકાસમાં પણ ફાળો આપશે.” ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી ઉદય નાયરે જણાવ્યું, “દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ ઈન્ડિયા લિમિટેડના આગામી આઈપીઓનો ભાગ બનવાનો અમને આનંદ છે, જે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. કંપનીના પોર્ટફોલિયોમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા બાંધકામ પ્રોજેક્ટ્સની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે, દીપક બિલ્ડર્સ સરકારી રોકાણો અને માળખાકીય વિકાસ માટેની વધતી માંગ દ્વારા પ્રસ્તુત નોંધપાત્ર તકોનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે." આ આઈપીઓમાંથી ચોખ્ખી આવક વ્યૂહાત્મક રીતે કાર્યકારી મૂડીને મજબૂત કરવા, ચોક્કસ ઋણની ચુકવણી અને પૂર્વચુકવણીની સુવિધા માટે ફાળવવામાં આવશે. આ નાણાકીય વ્યૂહરચના કંપનીની કાર્યક્ષમતા વધારવા અને સતત વૃદ્ધિ માટે તેને સ્થાન આપવા માટે જરૂરી છે. અમારૂં માનવું છે કે આ આઈપીઓ દીપક બિલ્ડર્સને તેમની સેવા ક્ષમતાઓને વધારવા અને ભવિષ્યની સફળતા માટે જરૂરી સંસાધનો પ્રદાન કરશે.
ભારતીય શેરબજારો બુધવારે નાતાલની રજા માટે ઘણા અન્ય મુખ્ય એશિયન બજારોની જેમ બંધ રહ્યા હતા. જોકે, કેટલાક પ્રાદેશિક બજારો મિશ્ર વલણ દર્શાવે છે
બોમ્બે હાઈકોર્ટે 87A ટેક્સ છૂટ મામલે મોટો નિર્ણય લીધો છે. ઘણા કરદાતાઓએ 5 જુલાઈ, 2024 પછી આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન) ફાઈલ કર્યું છે. તેને હજુ સુધી 87A કર મુક્તિનો લાભ મળ્યો નથી.
Ola Grocery Launched: ઓલાએ દેશભરમાં ઓલા ગ્રોસરી સર્વિસ શરૂ કરી છે. નવીનતમ સેવા 10 મિનિટમાં તમારા ઘરે આવશ્યક કરિયાણા પહોંચાડશે. ઓલાની નવી ડિલિવરી સેવાનું આગમન ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ માટે પડકાર વધારશે, કારણ કે તેઓ 10 મિનિટ ડિલિવરી સેવા સેગમેન્ટમાં પણ કામ કરે છે.