દિલ્હી પોલીસે હિઝબુલ મુજાહિદ્દીનના ફાઇનાન્સરની ધરપકડ કરી
Delhi Police: દિલ્હી પોલીસ રાજધાનીમાં હાજર આતંકવાદી સંગઠનોના હેન્ડલર્સ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. આ સંબંધમાં એક આતંકવાદી ઝડપાયો છે.
Hizbul Mujahideen Terrorist : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે હિઝબુલ મુજાહિદ્દીનના એક મોટા ફાયનાન્સરની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ મોહમ્મદ રફી નઝર છે. તે જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાનો રહેવાસી છે. આતંકવાદી રફી નઝર હિઝબુલ હેન્ડલર્સ દ્વારા પૈસા લેતો હતો અને તેમને ઘાટીમાં મોકલતો હતો, જ્યાં તેમના દ્વારા આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હિઝબુલ મુજાહિદ્દીનના હેન્ડલર્સ પાકિસ્તાનથી આતંકવાદી રફી નઝરને પૈસા મોકલતા હતા. ત્યારબાદ રફી નઝર આ પૈસા જમ્મુ અને કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને મોકલતો હતો, જેઓ તેનો ઉપયોગ આતંકવાદી સંગઠનની નાપાક પ્રવૃતિઓ કરવા માટે કરતા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનથી આ પૈસા હવાલા ચેનલો દ્વારા ભારત પહોંચતા હતા. પશ્મિના શાલ બિઝનેસની આડમાં પાડોશી દેશમાંથી આતંકવાદ માટે પૈસા આવતા હતા.
વાસ્તવમાં દિલ્હી પોલીસે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી જાવેદ મટ્ટૂની 4 જાન્યુઆરીએ DND ફ્લાયઓવર નજીકથી ધરપકડ કરી હતી. મોહમ્મદ રફી નઝર મટ્ટુના ઈશારે પકડાયો છે. સ્પેશિયલ સેલે મટ્ટુના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે મોહમ્મદ રફી નઝર ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર છે. બંનેના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા બંને આતંકીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે 4 જાન્યુઆરીએ જાવેદ મટ્ટુની ધરપકડ કરી હતી. આ આતંકવાદી પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું. હિઝબુલ કમાન્ડર મટ્ટુએ પણ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને ત્યાંથી આતંકવાદની તાલીમ લીધી હતી. પોલીસને મટ્ટુ પાસેથી પિસ્તોલ, મેગેઝિન અને ચોરાયેલી કાર મળી આવી હતી. મટ્ટુ કેટલો ભયંકર ગુનેગાર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ઘાટીમાં પાંચ વખત ગ્રેનેડ હુમલા કર્યા હતા.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે નવો ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ 2025 સરકારને સુનાવણી, પુરાવા અથવા અપીલ વિના વિદેશીઓને હેરાન કરવાની, કેદ કરવાની અને દેશનિકાલ કરવાની સત્તા આપે છે. તેમણે તેને ગેરબંધારણીય, ખતરનાક અને સરમુખત્યારશાહી ગણાવી છે.
દિલ્હીના સીલમપુરમાં ૧૭ વર્ષના કુણાલની હત્યાના મામલે સનસનાટી મચી ગઈ છે. પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન, તેને મોટી સફળતા મળી છે. પોલીસે પોતાને લેડી ડોન કહેતી ઝીકરા સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે.
રાજસ્થાનના રાજસમંદમાં ટ્રક-બસની ભયાનક ટક્કરમાં 37 લોકો ઇજાગ્રસ્ત, 5ની હાલત ગંભીર. અકસ્માતની વિગતો, વાયરલ વીડિયો અને રાહત કાર્યની તાજી માહિતી જાણો.