ભોપાલમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો, દર્દીઓની સંખ્યા 300ને પાર
ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. હવે ભોપાલ ડેન્ગ્યુનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીં 300 થી વધુ કેસ નોંધાયા છે.
ભોપાલમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેલેરિયા વિભાગની ટીમો લાર્વાનો નાશ કરવામાં લાગેલી છે. ઘણીવાર આવા કિસ્સાઓ વરસાદ દરમિયાન નોંધપાત્ર રીતે વધી જાય છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં લગભગ 40 થી 50 ટકાનો વધારો થયો છે. અમુક જગ્યાએ અલગ ડેન્ગ્યુ વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે.
મેડિકલ એક્સપર્ટના મતે દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન વાયરલ તાવ અને ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે. ડેન્ગ્યુથી બચવા માટે શું તકેદારી રાખવાની છે તેની ચર્ચા કરી હતી.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.